________________
૧૧૭ :
- A ૧૧૭.
ગુજરાતી અનુવાદ અ. ૨ ના લક્ષણુનું નિરૂપણ સ. ૧૭
સમાધાન-ધર્મ અધર્મ તથા આકાશના સ્વાભાવિક ગતિ સ્થિતિ તથા અવગાહ જ અસાધારણ લક્ષણ છે ભગવતીસૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર) શતક ૧૩ ઉદ્દેશક ૪ ના ૪૮ માં સૂત્રમાં કહ્યું છે–
પ્રશ્ન–ભગવન્! જીવાસ્તિકાયથી છને થાય છે ?
ઉત્તર–ગૌતમ ! જીવાસ્તિકાયથી છવ અનન્ત–આભિનિબેધિકજ્ઞાનના પર્યાને અનન્ત શ્રુતજ્ઞાનનાં પર્યાને પ્રવૃત્ત કરે છે વગેરે જેવું બીજા શતકનાં અસ્તિકાય ઉદ્દેશકમાં કહ્યું છે તે જ અહીં સમજી લેવું જોઈએ. જીવ ઉપગ લક્ષણવાળે છે. *
તે જ ભગવતીસૂત્રના બીજા શતકના દશમાં ઉદ્દેશકમાં કહ્યું છે–
જીવ અનન્ત આભિનિબોધિકજ્ઞાનના પર્યાયને તેવી જ રીતે શ્રુતજ્ઞાનના પર્યાને, અવધિજ્ઞાનના, મન:પર્યવજ્ઞાનના, કેવલજ્ઞાનના, મતિઅજ્ઞાનના, શ્રુતજ્ઞાનના, વિર્ભાગજ્ઞાનના, ચક્ષુદર્શનના, અચક્ષુદર્શનના, અવધિદર્શનના, કેવલદર્શનના–આ તમામ પર્યાને અર્થાત બધાના ઉપયોગને પ્રાપ્ત કરે છે.. - ઉત્તરાધ્યયનના ૨૮ માં અધ્યયનની ૧૨ મી ગાથામાં કહ્યું છે. જીવ ઉપગ લક્ષણવાળે છે. જ્ઞાનથી, દર્શનથી, સુખથી અને દુઃખથી. છે ૧૭
'वहणा परिणाम किरियापरत्तापरत्ताण निमित्त कालों
મૂળસૂવા–કાલદ્રવ્ય વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વનું નિમિત્ત કારણ છે. જે ૧૮
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જેના લક્ષણનું પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે કાળનું લક્ષણ પ્રતિપાદિત કરીએ છીએ.
કાળ, ધર્મ આદિ દ્રવ્યની વર્તન અર્થાત વર્તનવ્યવહારને ઉપકારક થઈને નિમિત્ત થાય છે. આવી જ રીતે દ્રવ્યના પર્યાય રૂ૫માં જીવના ક્રોધ રૂપમાં પુદ્ગલના વર્ણ રસ ગંધ અને સ્પર્શ રૂપમાં ધર્મ અધર્મ અને આકાશના અગુરુ લઘુ ગુણને વૃદ્ધિ હાનિ રૂપમાં થનારા પરિણામને ઉપકારક થઈને નિમિત્ત થાય છે. આવી રીતે પરિસ્પન્દન રૂ૫ કિયાને તથા જયેષ્ઠતા અને કનિષ્ઠતાના વ્યવહારનું નિમિત્ત થાય છે. જે ૧૮
તત્ત્વાર્થનિર્યુક્તિ–પ્રથમ ધર્મ અધર્મ આકાશ તથા પુદ્ગલ જેનાં ઉપકારક પ્રકટ કરીને તેમના સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે હવે કાળનું સ્વરૂપ પ્રકટ કરવા માટે “વટ્ટણ” ઈત્યાદિ રૂપ આગળના સૂત્રનું કથન કરીએ છીએ-ધર્મ અધર્મ આકાશ તથા પુલ જીવોના દ્રવ્યોનાં સ્વપર્યાય નિવૃત્તિ પ્રતિ આત્મરૂપથી વર્તમાન બાહ્ય ઉપકાર વગર તેમની વૃત્તિને સંભવ થઈ શક્તા નથી તેમની પ્રવૃત્તિથી કાલ ઉપલક્ષિત થાય છે–જાણી શકાય છે–આથી દ્રવ્ય અને પર્યાયની વર્તન કાળ કૃત ઉપકાર જાણવા જોઈએ. આ રીતે દ્રવ્યપર્યાય વર્તનારૂપ છે અને કાળ તેમને વર્તન કરાવનાર છે.
શંકા–જે આમ જ હોય તે શિષ્ય ભણે છે, ઉપાધ્યાય તેને ભણાવે છે વગેરેના સમાનકાળમાં સક્રિયતાને પ્રસંગે ઉપસ્થિત થાય છે.
સમાધાન–જેવી રીતે રસ્તે ચાલનારાને પ્રકાશ ઉપકારક થાય છે. છાણની અગ્નિ શિષ્યને ભણાવે છે એ પ્રકારના વ્યવહારમાં છાણુને અગ્નિ જે કે શિષ્યના અધ્યયનમાં નિમિત્ત માત્ર