________________
૧૧૩
ગુજરાતી અનુવાદ અ, ૨ પુદ્ગલના લક્ષ્યનું નિરૂપણું સ. ૧૬ પુદ્ગલ ઉપકારક હોય છે. આ પ્રકારે દારિક આદિ પાંચ શરીર પ્રત્યે, મન, વચન તથા પ્રાણાપાન તરફ તથા સુખ દુઃખ જીવન અને મરણ પ્રતિ પુદ્ગલોને ઉપકાર સમજવો જોઈએ.
તાત્પર્ય એ છે કે પુદગલ શરીર વગેરેના કારણે થાય છે. ઔદારિક આદિ પાંચે શરીર પુદ્ગલનાં બનેલાં હોય છે આથી પુદ્ગલ ઉપકારક હોવાથી તેમનું કારણ છે. એવી જ રીતે વચન પણ પૌગલિક છે. તે ભાષાપર્યાપ્તિવાળા પ્રાણીઓનાં જોવામાં આવે છે. વીર્યાન્તરાય તથા જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તથા અંગોપાંગ-નામક નામકર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય છે અને ગૂજન-ધ્વનિ થે તેમને સ્વભાવ છે. તાત્પર્ય એ છે કે ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત વીર્યવાન છવ ભાષાના એગ્ય પુદ્ગલ સ્કને કાયિક વ્યાપારથી ગ્રહણ કરીને અને ભાષાના રૂપમાં પરિણુત કરીને વચનગ દ્વારા સ્વ પરનાં ઉપકાર માટે કાઢે છે. વચન પૌગલિક હોવાથી જે કે અમૂર્ત છે તે પણ પાણીમાં ઘોળેલા મીઠા અથવા સાકરની જેમ આખેથી દેખી શકાતાં નથી. એ કઈ નિયમ નથી કે પ્રત્યેક રૂપી વસ્તુ નેત્રગ્રાહ્ય હોવી જ જોઈ એ. પુદ્ગલદ્રવ્ય પરમાણુ આદિ અનેક પર્યાને ધારણ કરે છે. આથી વચન અમૂર્ત નથી કારણ કે તે પૂવીય વાયુવેગથી પ્રેરિત થઈને પશ્ચિમ દિશામાં સ્થિત શ્રોતાને સંભળાય છે આ સિવાય તેને પ્રતિઘાત પણ થાય છે અને અભિભવ પણ થાય છે.
દ્રવ્યમન પણ પૌગલિક છે, તે અનન્ત-પુદ્ગલસ્કંધેથી જે મને વર્ગણાના પુદ્ગલ કહેવાય છે. આથી મૂર્તિમાન છે. મન પર્યાપ્ત પચેન્દ્રિય જીવોને જ હોય છે. છસ્થ જીવને શ્રતજ્ઞાનાવરણનો ક્ષયપશમ ઉત્પન્ન કરવામાં કારણભૂત તેમની સહાયતાથી ઉત્પન્ન થનાર ગુણદોષની વિચારણાસ્વરૂપ સમ્મધારણસંજ્ઞા તથા ધારણુજ્ઞાન જેનાથી થાય છે, તે ભાવમન કહેવાય છે. કહ્યું પણ છે-ચિત્ત ચેતન, યોગ. અધ્યવસાન, ચેતના પરિણામ તથા ભાવમન એ બધાં ઉપગવાચક શબ્દ છે પરંતુ પ્રાકૃતમાં આ ભાવમનના કારણે પદ્ગલિક, સમસ્ત આત્મપ્રદેશમાં રહેલા દ્રવ્યમનને જ ગ્રહણ કરવું જોઈએ.
એવી જ રીતે ઉચ્છવાસ રૂપ કોઇવાયુ જે પ્રાણ છે તેને પણ પદુગલિક સમજવો જોઈએ. કારણ કે પુદ્ગલ જ પ્રાણુ રૂપમાં પરિણત થાય છે બહારના વાયુને અંદર લઈ જવું તે અપાન કહેવાય છે. તે પણ પૌદૂગલિક છે કારણ કે પુદ્ગલ જ અપાન રૂપમાં પરિણત થાય છે. આ પ્રાણ અને અપાન પણ આત્માના અનુગ્રાહક હોય છે. આ બંને રૂપી દ્રવ્યના પરિણામ છે અને દ્વારેનું અનુસરણ કરે છે અર્થાત નાકના નસકેરાથી પ્રવેશે છે-નીકળે છે આથી એમને પણ મૂર્ત સમજવા જોઈએ. આવી રીતે બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચતુરિન્દ્રીય અને પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ રસનેન્દ્રિયના સગથી ભાષા પરિણામના યેઅનન્તપ્રદેશી ઔધોને કાય
ગથી ગ્રહણ કરે છે અને ભાષા પર્યાપ્તિ કરણ દ્વારા ત્યાગે છે જ્યાં રસનેન્દ્રિય હોય છે તે જ ભાષાપર્યાપ્તિ હોય છે કારણ કે તે રસનેન્દ્રિયને આશ્રિત છે આ કારણથી જ પૃથ્વીકાયથી લઈને વનસ્પતીકાય સુધીના એકેન્દ્રિય જીવ ભાષાવગણના પુદ્ગલેને ગ્રહણ જ કરતી નથી. આ કારણે જીભને અભાવ હોવાથી તેમનામાં ભાષાને પણ અભાવ છે.
બેઈન્દ્રિય વગેરે જીવ રસનેન્દ્રિયથી યુક્ત થઈને ભાષાપુદ્ગલેને પિતાની ભાષાના રૂપમાં પરિણત કરીને આર્ય પ્લેચ્છ આદિ ભાષાઓની જેમ નિયત-નિયત ભાષાઓને જ વ્યવહાર કરે છે.