________________
ગુજરાતી અનુવાદ અ. ૨ ધર્માદિ દ્રવ્યનું લક્ષણ સૂ. ૧૫
૧૧૧ આ રીતે આકાશ જે કે અમૂર્ત છે તે પણ જીવાદિને અવગાહ દેવા રૂપ ઉપકારથી તેનું અનુમાન કરી શકાય છે ! જેમ કે આત્મા અથવા ધર્મના વિષયમાં અનુમાન કરવામાં આવે છે. એવી જ રીતે પુરુષના હાથ લાકડી તથા વાજીંત્રના આઘાતથી ઉત્પન્ન થનાર શબ્દ પણ ભેરીને શબ્દ કહેવાય છે. પૃથ્વી પાણી વગેરે કારણે હોવા છતાં પણ યવ વિશિષ્ટ કારણ હોવાથી જેવી રીતે– વાંકુર, વાંકુર કહેવાય છે તેવી જ રીતે અવગાહનમાં જે કે જીવ અને પુદ્ગલ વગેરે ત્રણ કારણે છે તે પણ અસાધારણ કારણ હોવાથી આકાશનું જ તે લક્ષણ કહેવાય છે.
આમ હોવા છતાં પણ પરમાણુ અવગાહના છે, અથવા જીવ અવગાહના છે, એ પ્રકારને સમાનાધિકરણ વ્યવહાર દષ્ટિગોચર થાય છે આથી અવગાહક જીવ પુદ્ગલ આદિ દ્રવ્ય સંબન્ધી જ અવગાહ થવો જોઈએ આકાશ સંબન્ધી નહીં, દા. ત. “દેવદત્ત બેસે છે” આ વાક્યમાં બેસવું દેવદત્તનું જ માનવામાં આવે છે એ કથન બરાબર નથી. જેમ “ચત્તે દેવામિન આ પ્રકારને વિગ્રહ કરવાથી આસન ભૂમિ વગેરે કહેવાય છે તેવી જ રીતે “અવારન” એ વિગ્રહ કરીએ તે અવગાહ ને વ્યવહાર આકાશમાં જ ઉપયુક્ત થાય છે. - શંકા–જે અવગાહનાને આકાશનું લક્ષણ માનીએ તે અલકાકાશમાં આ લક્ષણ ઘટિત ન હોવાથી અવ્યાપ્તિ નામક દેષ આવે છે. અલકમાં જીવ વગેરેની અવગાહનાની શક્યતા નથી. - સમાધાન–અવગાહના લક્ષણ કાકાશનું જ છે આથી તે જે અલકાકાશમાં ન દેખાય તે પણ અવ્યાપ્તિ દેષ નથી.
પિલાર રૂપ આકાશ સર્વત્ર એક જ છે, માત્ર ધર્મ આદિ દ્રવ્યના સદ્દભાવ અને અસદુર્ભાવના કારણે જ કાકાશ અને અલકાકાશનો ભેદ-વ્યવહાર થાય છે. અહીં સામાન્ય રૂપથી “આકાશ” પદને પ્રયોગ કરવા છતાં પણ કાકાશનું જ ગ્રહણ સમજવું જોઈએ. કારણ કે કાકાશમાં જ અવગાહ લક્ષણ ઘટિત થાય છે. ધર્મ અને અધર્મ દ્રવ્યના પ્રદેશ
કાકાશના પ્રદેશની સાથે જ મળેલા રહે છે અને તેઓ અલેકપર્યન્ત સંપૂર્ણ લોકાકાશમાં ભરેલાં છે. આથી કાકાશ પોતાની અંદર અવકાશ દઈને ધર્મ–અધર્મને ઉપકાર કરે છે. પુદ્ગલ અને જીવ સ્વલ્પતર અસંખ્યાતમાં ભાગમાં વ્યાપ્ત હોવાથી તેમજ ક્રિયાવાન હોવાથી સંગ અને વિભાગ દ્વારા તેમને ઉપકાર કરે છે.
આ રીતે એક સ્થળે અવગાહના કરેલાં માણસ, માટી, લોખંડને ટુકડો વગેરે બીજી જગ્યાએ પણ મળી આવે છે. સર્વત્ર અંદર અવકાશ દેવાના કારણે એક અવગાહ પણ અવગાારૂપ ઉપાધિના ભેદથી અનેક જે ભાસે છે આથી જીવ પુદ્ગલ આદિને અંદર પ્રવેશ થવાથી તથા સગ-વિભાગ દ્વારા તે ઉપકાર કરે છે.
શંકા–જી અને પુદ્ગલના ગતિરૂપ ધર્મને ઉપકાર તથા સ્થિતિરૂપ અધમ ઉપકાર આકાશને જ સ્વીકાર કરવો જોઈએ કારણ કે આકાશ સર્વવ્યાપી છે. - સમાધાન–આકાશને ઉપકાર અવગાહ છે આથી ગતિ અને સ્થિતિને આકાશને ઉપકાર માનવાની કલ્પના કરી શકાતી નથી. ધર્મ આદિ સમસ્ત દ્રવ્યને અવગાહ આપવું તે આકાશનું પ્રયોજન છે. એક દ્રવ્યના અનેક પ્રયજન માનવામાં આવશે તે લેક અને એલેકને વિભાગ થશે નહીં.