________________
૧૧૦,
તત્વાર્થસૂત્રને પ્રશ્ન–ભગવંત! દ્રવ્ય કેટલાં કહ્યાં છે.?
ઉત્તર–ગૌતમ ! છ દ્રવ્ય કહ્યા છે જેમ કે–ધમસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય જીવાસ્તિકાય અને અધ્યા સમય.
શંકા–ધર્માસ્તિકાયના ગતિ-ઉપકાર વગર જ પક્ષીઓનું ઉડવું, અગ્નિનું ઉચે જઈ બળવું તથા વાયુનું ફંટાઈને વહેવું અનાદિ કાલીન સ્વભાવથી જ દેખી શકાય છે.
સમાધાન–ધર્મદ્રવ્યને ઉપકાર વગર જ, કાગડા વગેરે પક્ષીઓની સ્વાભાવિક ગતિમાનવામાં ઉકત હતુ અને દષ્ટાંત સુસંગત નથી કારણ કે અનેકાન્તવાદી ગતિ પરિણામને પ્રાપ્ત સઘળાં છે અને પુદ્ગલેની ગતિમાં ધર્મદ્રવ્યને અનુગ્રાહક સ્વીકાર કરે છે એવી જ રીતે અનેકાન્તવાદી આહંત સ્વયં સ્થિતિ પરિણામમાં પરિણત બધાં છે અને પુદગલની સ્થિતિમાં અધર્મદ્રવ્યને સહાયક માને છે અને એવી જ રીતે જૈન સિદ્ધાંતના અનુયાયી જૈન બધા અવગાહપરિણામમાં પરિણત જીવ પુદ્ગળ આદિના અવગાહમાં આકાશને સહાયક માને છે. ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્ય જીવ અને પુદ્ગલની ગતિ સ્થિતિ તથા અવગાહને ઉત્પન્ન કરતાં નથી પરંતુ માત્ર મદદરૂપ જ થાય છે.
છે અને પુદ્ગલની જે ગતિ, સ્થિતિ અને અવગાહના થાય છે તે સ્વતઃ પરિણામને અભાવ હોવાથી પરિણમી કર્તા અને નિમિત્ત એ ત્રણે કારમાંથી ભિન્ન અલગ ઉદાસીન કારણથી ઉત્પન્ન સમજ્યા જોઈએ. કારણ કે તે સ્વાભાવિક પર્યાય ન હાઈ કવચિત્ જ થાય છે, જેમાં માછલીની ગતિ ઉદાસીન કારણ જળની સહાયતાથી થાય છે. આ રીતે જે કે ધર્માદિ દ્રવ્ય અમૂર્ત છે તે પણ ગતિ આદિ કાર્ય તેમના સહાયક હોય છે કારણ કે તેમના અભાવમાં આ કાર્ય થઈ શકતા નથી અને એકનું કામ બીજું કઈ પણ કરી શકતું નથી.
આ કથનને ફલિતાર્થ એ છે કે ગતિ સ્થિતિ અને અવગહ રૂપમાં પરિણત જીવ અને પુદ્ગલ દ્રવ્યના સામીપ્યથી ધર્માદિને વ્યાપાર થવો એ જ તેમને ઉપકાર કહેવાય છે.
શંકા–કરી શકાય કે આવું માનવા છતાં પણ ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવ દ્રવ્યને પ્રવેશ અને નિષ્ક્રમણ રૂપ અવગાહ આકાશનું લક્ષણ સિદ્ધ થાય છે એ બરાબર નથી કારણ કે ઉક્ત લક્ષણવાળા અવગાહ પુદ્ગલ-જીવ સમ્બન્ધી તથા આકાશ સંબંધી હોવાથી બંનેમાં રહે છે અને બંને દ્વારા ઉત્પન્ન થવાના કારણે બે--આંગળીઓના સંયેગની જેમ કેઈ એકનું લક્ષણ કહી શકાતું નથી અર્થાત્ બે આંગળીઓના જોડાણને એક આંગળીને ધર્મ કહી શક્તા નથી તેવી જ રીતે ઉક્ત અવગાહ પણ માત્ર આકાશનાં જ કહી શકાય નહીં.
ઉપરની શંકા સારી છે પરંતુ અહીં લક્ષ્ય હોવાના કારણે આકાશની જ મુખ્યતયા ચર્ચા કરાઈ આ કારણથી એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જ્યાં અવગાહન–અનુપ્રદેશ હોય તે આકાશ છે. આ રીતે આકાશનું લક્ષણ અવગાહના કહેવામાં આવ્યું છે. અવગાહક જે જીવ અને પુદ્ગલ છે. તે પણ જે કે સંયોગના જનક છે તે પણ તેમનું અત્રે વિવરણ કરવામાં આવ્યું નથી. આ કારણથી અવગાહને આકાશનું લક્ષણ માનવું યોગ્ય જ છે. અવગાહમાન જીવ અને પુગલ વગેરે દ્રવ્યોને અવગાહ આપવામાં આકાશ જ અસાધારણું કારણ છે પરંતુ તે અવકાશ આપવામાં જોરજુલમ કરતું નથી.