________________
ગુજરાતી અનુવાદ અ. ૨ ના અવગાહનું નિરૂપણ સૂ. ૧૩
૧૦૭ વૃદ્ધિ જેવાથી આત્મપ્રદેશને વિકાસ સિદ્ધ થાય છે. હેડગરેલી ની પૂંછડી જ્યારે કપાય જાય છે ત્યારે થોડા સમય સુધી તે તરફડે છે અને પછી શાંત થઈ જાય છે આથી અનુમાન કરી શકાય કે હેડગરેલી ને છેડે જીવપ્રદેશ તેની કપાયેલી પૂંછડીમાં કેટલાક સમય સુધી રહે છે અને પછીથી રહેતું નથી. તે પ્રદેશ કયાં ચાલ્યા જાય છે ? હેડગરોલીના શરીરમાં જ ચાલ્યા જાય છે કારણ કે તેમને સમ્બન્ધ સર્વથા તૂટ ન હતું, કમળની નાળને તખ્તઓની જેમ તેઓ પરસ્પરમાં સમ્બદ્ધ હતાં.
શંકા–જે આ પ્રમાણે જ હોય તે માથુ કપાઈ ગયા પછીથી માથામાં સ્થિત પ્રદેશ શેષ શરીરમાં કેમ ચાલ્યા જતા નથી ? અને માણસ પેલી કપાયેલી પૂંછડીવાલી ઢેડગરેલીની જેમ જીવીત કેમ નથી રહેતે ?
સમાધાન–વેદન આયુને ભેદ થઈ જવાથી આ દેષ આવતું નથી. જ્યાં બહુસંખ્યક જીવપ્રદેશ એકત્ર થઈને રહે છે તેને મૂર્ત કહે છે. મસ્તક ઘણુ મર્મવાળું છે. મર્મદેશમાં ભયંકર વેદના થાય છે. અધ્યવસાન આદિ ૭ કારણેથી આયુષ્યનું ભેદન થઈ જાય છે એ વાત જાણીતી છે.
આ કારણે આત્માને કર્મોદય અનુસાર સંકેચ અને વિસ્તાર થાય છે પરંતુ નાશ થતો નથી કારણ કે તે અમૂર્ત છે. ભાવાર્થ એ છે કે જેનમતમાં કઈ પણ વસ્તુને સંપૂર્ણ વિનાશ થતું નથી અને પ્રદેશને સંકેચ-વિસ્તાર થવા છતાં પણ આત્માની વૃદ્ધિ અથવા ઘટાડો થત નથી. હા ક્ષેત્રની અપેક્ષા વધ-ઘટ થયા કરે છે પ્રદેશની અપેક્ષાએ નહીં પ્રજ્ઞાપના સૂત્રના બીજા પદમાં જીવસ્થાન પ્રકરણમાં કહ્યું છે, “જીવ લેકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે.” રાજપનીય સૂત્રમાં પણ કહે છે-“પોતાના પૂર્વાઈત કર્મ અનુસાર જીવ–જેવા શરીરને મેળવે છે તેને જ પિતાના અસંખ્યાતા પ્રદેશથી વ્યાપ્ત કરી લે છે–સજીવ બનાવી લે છે, પછી ભલે તે નાનું હોય અગર તે મોટું છે ૧૩ છે . 'मणुस्स खेत्ते ओगाहो कालस्स
મૂળ સૂવાથ–મનુષ્ય ક્ષેત્રમાં કાલદ્રવ્યને અવગાહ છે . ૧૪ છે
તત્વાર્થદીપિકા–ધર્મ અધર્મ આકાશ પુદ્ગળ અને જીવ દ્રવ્યને અવગાહ લોકાકાશમાં છે એ વાત કહેવાય ગઈ હવે કાલદ્રવ્યને અવગાહ દર્શાવવા માટે કહીએ છીએ–કાલિદ્રવ્યને અવગાહ મનુષ્ય-ક્ષેત્રમાં જ છે, અન્યત્ર નહીં. ૧૪
“જરિ ગોળ નિમિત્ત ધમધમાંvirણા
મૂલસવાર્થ—ધર્મ અધર્મ અને આકાશ દ્રવ્ય કમથી ગતિ, સ્થિતિ અને અવગાહના ના નિમિત્ત કારણ છે. સૂ૦૧૫
તત્વાર્થદીપિકા–ધમ અધર્મ આકાશ કાલ પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યના લક્ષણ ક્રમશઃ પ્રતિપાદન કરવા માટે પ્રથમ ધર્મ અધર્મ આકાશનું લક્ષણ કહીએ છીએ–ધર્મદ્રવ્ય ગતિનું અધર્મ દ્રવ્ય સ્થિતિનું અને આકાશદ્રવ્ય અવગાહનાના નિમિત્ત છે. ૧૫ છે
તત્વાર્થનિર્યુક્તિ–પ્રથમ સામાન્ય રૂપથી ધર્મ આદિ દ્રવ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હવે તેમનાં લક્ષણ બતાવીએ છીએ અથવા ધર્મ અને અધર્મ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ સરખાં હોવા છતાં પણ તેઓ સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત છે, અસંખ્યાતમાં ભાગ વગેરેમાં નહીં. એ રીતે