________________
૧૦૦
તત્વાર્થસૂત્રને શંકલેકમાં એવું દેખી શકાય છે કે જેઓ પૂર્વોત્તર કાળભાવી હોય છે તેમનામાં જ આધાર–આધેયભાવ હોય છે. જેવી રીતે કુંડ અને બોર અહીં એવું તે નથી જ કે આકાશ પહેલેથી હતું અને ધર્માદિ પછીથી. આથી વ્યવહારનય અનુસાર પણ આકાશ અને ધર્માદિમાં આધાર, આધેયાભાવની કલ્પના કરવામાં આવતી નથી.
સમાધાન–પૂર્વોત્તરકાલીન પદાર્થોમાં જ આધારાધેયભાવ હોય એવો કોઈ નિયમ નથી. ધડામાં રૂપ છે, શરીરમાં હાથ વગેરે છે, અહીં એક સાથે હોવાવાળા પદાર્થોમાં પણ આધારાધેય ભાવ જોઈ શકાય છે. આથી આકાશ અને ધર્માદિ યુગપભાવી પદાર્થોમાં પણ આધારાધેયભાવ સંગત છે.. - આ રીતે ધર્મ, અધર્મ આદિ દ્રવ્ય જ્યાં દેખાય તે લોક છે. અહીં અધિકરણમાં ધર્મ પ્રત્યય થયે છે. જ્યાં એ લેક છે તે કાકાશ છે અને તેનાથી બહાર ચારે બાજુ અનન્ત અકાકાશ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સભાવ અને અસદ્દભાવના કારણે જ કાકાશ અને અલકાકાશના વિભાગ છે-હકીકતમાં તે આકાશ ખન્ડરહિત એક દ્રવ્ય છે.
ધર્માસ્તિકાય ન હોત તે છે અને પુદ્ગલેની ગતિનું નિયામક કારણ ન રહેવાથી આ વિભાગ પણ ન હેત એવી જ રીતે અધર્માસ્તિકાયના અભાવમાં સ્થિતિનું નિમિત્ત કારણ ન હોત તો સ્થિતિને જ અભાવ થઈ જાત. આવી દશામાં લેક-અલેકના વિભાગ પણ ન હોત આથી જીવો અને પુગલોની ગતિ અને સ્થિતિના નિયામક ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સદ્ભાવ અને અસદ્દભાવના કારણે જ લેક અને અલકના વિભાગ થાય છે.
શંકા–સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાય માત્ર લેકમાં જ છે, આગળ નથી, તે અલકાકાશની સ્થિતિ કેવા પ્રકારની છે ? આજ પ્રકારે કાલના અભાવમાં અકાકાશ કેવી રીતે વર્તન કરે છે ?
સમાધાન–તેમની સ્થિતિ અને વર્તના પિતા-પિતાના સ્વભાવથી જ થાય છે.
આથી ધર્મ, અધર્મ પુદ્ગલ કાલ અને જીવ દ્રવ્યોની અવગાહના લેકાકાશમાં જ છે. , તેનાથી આગળ એકાકાશમાં તેમની અવગાહના નથી. શ્રી ભગવતી સૂત્ર શતક ૨, ઉદ્દેશક ૧૦માં માં કહ્યું છે.
પ્રશ્ન–ભગવદ્ ! આકાશ કેટલા પ્રકારના કહ્યા છે. ?
ઉત્તર–ગૌતમ ! બે પ્રકારના–કાકાશ અને અલકાકાશ. - પ્રશ્ન–ભગવદ્ ! કાકાશમાં શું જીવ છવદેશ, જીવપ્રદેશ, અજીવ-અછવદેશ અથવા અજીવપ્રદેશ છે?
ઉત્તર–ગૌતમ! જીવ પણ છે, જીવદેશ પણ છે, જીવપ્રદેશ પણ છે, અજીવ પણ છે. અછવદેશ અને અજીવપ્રદેશ પણ છે. જે જીવ છે. તે નિયમથી એકેન્દ્રિય બેઈન્દ્રિય તે ઈન્દ્રિય, ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય અને અનિન્દ્રિય હોય છે. જે જીવદેશ છે તે નિયમથી એકેન્દ્રિય દેશ છે થાવત અનિષ્ક્રિય દેશ છે, જે જીવપ્રદેશ છે તે નિયમથી એકેન્દ્રિયપ્રદેશ છે યાવતું અનિન્દ્રિય પ્રદેશ છે.