________________
- તત્વાર્થસૂત્રને
પરમાણુ, પુદ્ગલનું સહુથી નાનું દ્રવ્ય છે. તેનાથી નાને અન્ય કોઈ પુદ્ગલ નથી આથી પરમાણુંમાં પ્રદેશભેદની કલ્પના જ કરી શકાતી નથી. જેમ આકાશના એક પ્રદેશમાં પ્રદેશભેદને અભાવ છે અને તે સ્વયં જ અપ્રદેશી છે, તેવી જ રીતે અંશરહિત એક પરમાણુમાં પણ પ્રદેશ હોતા નથી. એક પરમાણુને વિભાગ કેઈ કરી શકતું નથી. કહ્યું પણ છે-“પરમાણુથી નાને અને આકાશથી મોટો કઈ પદાર્થ નથી”
આવી સ્થિતિમાં જ્યારે અણુથી નાનું કઈ દ્રવ્ય હેઈ જ શકતું નથી તે અણુમાં પ્રદેશભેદ કઈ રીતે સંભવી શકે ?
વાસ્તવમાં અણુમાં પુત્તિ કરનાર, પરિણામિકારણ મૂળ દ્રવ્ય હેતાં નથી અથવા પરમાણુના પણ પ્રદેશ હોત તે તે અન્ય ન કહેવાત અર્થાત તેને નિવિભાગ કહેવામાં ન આવત. પ્રજ્ઞાપના સૂત્રનાં પાંચમાં પદમાં કહ્યું છે –
પ્રશ્ન–ભગવંત ! રૂપી અછવદ્રવ્ય અર્થાત પુદ્ગલ કેટલા પ્રકારના કહ્યાં છે?
ઉત્તર–-હે ગૌતમ! ચાર પ્રકારનાં (૧) સ્કંધ (૨) સ્કંધદેશ (૩) સ્કંધપ્રદેશ અને (૪) પરમાણુ. પુદ્ગલ અનન્ત છે, દ્વિદેશી સ્કંધ અનન્ત છે એવી જ રીતે દશ પ્રદેશી સ્કંધ અનન્ત છે, સંખ્યાત પ્રદેશી સ્કંધ અનન્ત છે, અસંખ્યાત પ્રદેશી સ્કંધ અનન્ત છે, અનન્ત પ્રદેશ સ્કંધ અનન્ત છે. જે ૮ છે
'धम्माधम्मागास कालपोग्गलजीवा लोगों'
મૂળ સૂવાથ–ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છ એ દ્રવ્ય લેક કહેવાય છે. તે ૯ - તત્વાર્થદીપિકા–પહેલા લેકનું કથન કર્યું હવે તેને અર્થ કહીએ છીએ-ધર્મ, અધમ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યને લેક એ પ્રમાણે કહેવામાં આવે છે. જીવઅજીવનું આધારક્ષેત્ર લેક કહેવાય છે કારણકે જ્યાં ધર્મ આદિ પદાર્થ લેક તરીકે દેખી શકાય તે લેક. આ લેક શબ્દની વ્યુત્પત્તિ છે. જે ૯
તત્વાર્થનિર્યુકિત-ધર્મ, અધર્મ, કાકાશ અને એક જીવનાં અસંખ્યાત પ્રદેશ છે એ સૂત્રમાં લેક પદ ગ્રહણ કરેલ છે આથી તેના અર્થનું પ્રજ્ઞાપન કરવા માટે કહીએ છીએ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદગલ અને જીવ એ છએ દ્રવ્ય લેક કહેવાય છે. - ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનની ગાથા ૮મીમાં કહ્યું છે–સર્વદશી જિનેન્દ્રોએ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવને લેક કહ્યાં છે. - આનાથી એવું સાબિત થાય છે કે જેનું તથા અજીવ ધર્મ અધમ આકાશ કાળ,
પુદગલનું જે-આધારક્ષેત્ર છે, તે લેક છે. લોકથી આગળ અલેક છે. જીવ આદિ દ્રવ્ય લેકમાં - જ હોય છે, અલેકમાં આકાશ સિવાય બીજી કોઈ વસ્તુ નથી. અલેક અન્ય દ્રવ્યથી શૂન્ય છે. - આ સૂત્રમાં એ પણ પ્રગટ કરવામાં આવ્યું છે કે ધર્માદિ દ્રવ્ય સ્વયં પણ લેક કહેવાય છે. આ અર્થમાં લેક શબ્દની વ્યુત્પત્તિ આમ થાય છે-“ઢોર તિ જોવા” અર્થાત જે જોઈ શકાય તે લેક. છે ૯ છે