________________
૧૭
ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલેના પ્રદેશનું નિરૂપણ સૂ. ૮
આકાશસ્તિકાય પ્રદેશની અપેક્ષાએ અનcગણે છે. ૭ पोग्गलाण संखेज्जा असंखेज्जा अणता य नो परमाणूणं
મૂળ સૂવાથ–પગલેના સંખ્યાતા અસંખ્યાતા અને અનન્ત પ્રદેશ હોય છે, પરંતુ પરમાણુઓનાં પ્રદેશ હોતાં નથી. એ ૮
તત્વાર્થદીપિકા-પૂરણ અને ગલન સ્વભાવવાળા પરમાણુથી લઈને અચિત્ત મહાત્કંધ સુધીના વિવિધ પ્રકારનાં રૂ૫ રસ આદિથી યુક્ત પુદ્ગલેનાં પૂર્વોક્ત સ્વરૂપવાળા પ્રદેશ યથાસંભવ સંખ્યાતા, અસંખ્યાતા તેમજ અનન્ત હોય છે. જે પુદ્ગલ સ્કંધ સંખ્યાતા પરમાણુએના મિલનથી બન્યું છે તે સંખ્યાતપ્રદેશી! જે અસંખ્યાત પરમાણુઓનાં સંગથી બન્યું હોય તે અસંખ્યાત પ્રદેશી તથા જે પુદ્ગલસ્કંધની ઉત્પત્તિ અનન્તપ્રદેશથી થઈ હોય તે અનન્તપ્રદેશી કહેવાય છે પરંતુ પરમાણમાં પ્રદેશ હોતા નથી આથી તે નથી સંખ્યાતપ્રદેશી નથી અસંખ્યાતપ્રદેશી અથવા નથી અનન્તપ્રદેશી. ૨ ૮ છે
તત્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં ધર્મ વગેરે અમૂર્ત દ્રવ્યનાં પ્રદેશનું પરિમાણુ બતાવવામાં આવ્યું હવે મૂત્ત પુદ્ગલેનાં પ્રદેશનું પરિમાણ દર્શાવવા અર્થે કહીએ છીએ
ચણકથી લઈને મહાત્કંધ સુધીના પુદ્ગલેમાં યથાયોગ્ય સંખ્યાતા અસંખ્યાતા અને અનન્ત પ્રદેશ હોય છે.
કઈ કઈ દ્વયક આદિ પુદ્ગલસ્કંધના સંખ્યાત પ્રદેશ હોય છે, કોઈકઈ પુગલને અસંખ્યાતા તે કઈ કઈને અનન્ત પ્રદેશ હોય છે. અહીં શંકા થઈ શકે કે કોઈ-કઈ પુદ્ગલને અનન્તાનન્ત પ્રદેશ પણ હોય છે તે તેમનું પણ ઈલાયદું વિધાન કરવું જોઈતું હતું પરતું આવું કરેલ નથી. અનન્તાનન્ત પણ અનન્તને જ એક ભેદ છે. આથી સામાન્ય રૂપથી અનન્ત કહેવાથી અનન્તાનન્તનું પણ ગ્રહણ થઈ જાય છે. અનન્તના ત્રણ ભેદ છે–પરિતાનન્ત, યુકતાનન્ત અને અનન્તાનન્ત. આ બધાનું અનન્તમાં જ ગ્રહણ થઈ જાય છે.
પ્રશ્ન–કાકાશના પ્રદેશ અસંખ્યાતા જ છે, એવી સ્થિતિમાં તેમાં અનન્તપ્રદેશી અને અનન્તાનન્ત પ્રદેશી ઔધ કેવી રીતે સમાઈ શકે છે? આનાથી તે પ્રતીત થાય છે કે પ્રદેશ અનન્ત નથી અથવા કાકાશ પણ અનન્ત પ્રદેશ છે.
ઉત્તર–પુદ્ગલેમાં સૂક્ષમ રૂપથી પરિણત થઈ અવગાહન કરવાની શકિત છે આથી સૂક્ષમ રૂપમાં પરિણત થઈને તેઓ એક જ આકાશપ્રદેશમાં અનન્તાનઃ સુધી સમાઈ જાય છે. આથી અસંખ્યાત પ્રદેશી કાકાશમાં અનન્ત પ્રદેશી સ્કને સમાવેશ થવામાં કેઈવિરોધ નથી. | સામાન્ય રૂપથી પુદ્ગલેના પ્રદેશ કહેવાથી પરમાણુંના પણ પ્રદેશ હોવાની શક્યતા હોઈ શકે છે આથી તેનું નિવારણ કરવા માટે કહીએ છીએ-“જો માના” અર્થાત પરમાણુરૂપ પગલેના પ્રદેશ હેતા નથી, તે સ્વયે એક પ્રદેશવાળું હોય છે. જેવી રીતે આકાશના એક પ્રદેશમાં પ્રદેશ ભેદ હોતા નથી તેવી જ રીતે પરમાણુંમાં પણ પ્રદેશ ભેદ હોતો નથીતે જાતે જ એક પ્રદેશ માત્ર જ છે,
૧૩