________________
૧૦૪
તત્વાર્થસૂત્રને તત્વાર્થનિર્યુક્તિ-પૂર્વસૂત્રમાં પુદ્ગલેના અવગાહન પ્રકાર પ્રદર્શિત કરીને હવે જીવની અવગાહનાનું નિરૂપણ કરીએ છીએ–
જેને અવગાહ કાકાશના અસંખ્યાત ભાગ વગેરેમાં થાય છે. તાત્પર્ય એ છે કે કદાચિત્ એક જીવ અવગાહ લેકાકાશના અસંખ્યાત ભાગમાંથી એક ભાગમાં થાય છે, કેઈનું બે અગર ત્રણ ભાગેમાં થાય છે. જુદાં જુદાં જેને અવગાહ સંપૂર્ણ લેકમાં છે.
એમ કહી શકાય કે જે લેકાકાશના અસંખ્યાતમાં ભાગમાં એક જ જીવ અવગાહન કરી લે તે અનન્તાનઃસંખ્યક જીવ શરીરસહિત કઈ રીતે આ લેખમાં સમાઈ શકે છે? આને જવાબ એ છે કે કાકાશમાં સૂક્ષ્મ અને બાદરના ભેદ હોવાથી અવગાહના અશકય નથી. જે જીવ બાદર છે તેમના શરીર પ્રતિઘાતયુક્ત હોય છે પરંતુ જે સૂક્ષ્મ છે તે શરીરસહિત હોવા છતાં પણ સૂક્ષ્મ હોવાના કારણે એક જ આકાશપ્રદેશમાં અનન્તાનન્ત સમાઈ જાય છે. તેઓ એક બીજાને અવસ્થાનમાં પણ અવરોધ કરતાં નથી. આ રીતે કાકાશના અસંખ્યાત પ્રદેશમાં અનન્તાનન્ત જીની અવગાહના હોવી વિરુદ્ધ નથી.
આ રીતે કદાચિત્ લેકાકાશના એક અસંખ્યાતમાં ભાગમાં કદાચ બે અસંખ્યાત અને કદાચિત ત્રણ અસંખ્યાત ભાગમાં જેને અવગાહ હોય છે. આ પ્રકારે બધા કાકાશના અસંખ્યાત પ્રદેશ હોય છે તે અસંખ્યાત આંગલીના અસંય ભાગ પ્રમાણે પ્રદેશથી કલ્પના દ્વારા વિભક્ત થાય છે. તેમાંથી જઘન્ય એક જીવના અસંખ્યાતપ્રદેશવાળા એક આકાશખંડમાં અવગાહ થાય છે, કામણ શરીરના અનુસારી હોવાથી કેઈ જવ બે અસંખ્યાતપ્રદેશ પરિમિત આકાશખંડમાં અવગાહન કરે છે, કોઈ જીવ ત્રણ અસંખ્યાતપ્રદેશ પરિમિત આકાશખંડમાં અવગાહન કરે છે, કોઈ ચાર આકાશખંડેમાં વ્યાપ્ત થઈને રહે છે ઈત્યાદિ રૂપથી કઈ જીવ સંપૂર્ણ કાકાશમાં વ્યાપ્ત થઈને રહે છે પરંતુ સંપૂર્ણ કાકાશને કેવળી જ કેવલિસમુદ્ધાતના સમયમાં વ્યાપ્ત કરે છે, અન્ય કોઈ જીવ નહીં. તે લેકથી બહાર અલકાકાશના એક પણ પ્રદેશમાં જતા નથી.
શંકા–એક જીવના પ્રદેશ લેકાકાશની બરાબર અસંખ્યાત છે. આવી સ્થિતિમાં લોકના અસંખ્યાતમાં ભાગમાં તેને સમાવેશ કેવી રીતે થઈ શકે ? તેને તે સંપૂર્ણ લેકાકાશમાં જ વ્યાપ્ત થવું જોઈએ.
સમાધાન–જીવના પ્રદેશમાં દીપકના પ્રકાશની માફક સંકોચ-વિસ્તાર થાય છે આથી લે કાકાશના અસંખ્યાત ભાગ આદિમાં તેને સમાવેશ થઈ જાય છે. જેવી રીતે મોટા ઓરડામાં દિી રાખવામાં આવે તે તેને પ્રકાશ તે સંપૂર્ણ એરડામાં પ્રસરેલું રહે છે અને જે તેને નાના ઓરડામાં (જગ્યામાં) રાખવામાં આવે તે પ્રકાશ સંકેચાઈને નાના સ્થાનમાં સમાઈ જાય છે તેવી જ રીતે જીવના પ્રદેશ પણ નામ કર્મ દ્વારા પ્રાપ્ત શરીર અનુસાર સંકુચિત અને વિસ્તૃત થઈ જાય છે. કેઈ જીવ લોકના એક અસંખ્યાત ભાગમાં સમાઈ જાય છે અને કઈ જીવ કેવળિસમુઘાતના સમયે વિસ્તારને પ્રાપ્ત થઈને સમસ્ત કાકાશને વ્યાપ્ત કરી લે છે. આ બંનેની વચ્ચે મધ્યમ અવગાહના પણ અનેક પ્રકારની થાય છે.
આ કથનથી આ આશંકાનું પણ સમાધાન થઈ જાય છે કે જ્યારે જીવના અસંખ્યાત પ્રદેશ છે અને ઔદારિક શરીરની સાથે તેને સંબંધ છે તે કેઈના થડા પ્રદેશમાં અને