________________
ગુજરાતી અનુવાદ આહારક શરીરનું નિરૂપણ સૂ. ૩૫
પ્રાણીની દયા માટે તીર્થકરની ઋદ્ધિનું દર્શન કરવા માટે સંશયને દૂર કરવા માટે, છદ્મસ્થના અવગ્રહણ માટે જીનેન્દ્ર ભગવાનની પાદમૂળમાં ગમન કરે છે.”
આહારક શરીર શુભકામના આહારક કાયયોગનું કારણ હોવાથી શુભ કહેવાય છે. આ વિશુદ્ધ નિર્દોષ કર્મનું કાર્ય હેવાથી વિશુદ્ધ પણ કહેવાય છે આહારક શરીર કઈને રુકાવટ કરતું નથી અથવા તેને રોકી પણ શકાતું નથી. આ માટે તેને અપ્રતિઘાતિ કહે છે. મુનિ જ્યારે આહારક શરીરનું નિર્માણ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે પ્રમાદયુક્ત હોય છે. આથી પ્રમત્તસંય મીને જ આહારક શરીર હોય છે. બીજા કોઈને નહીં. પ્રમત્તસંપત્તને બીજુ દારિક શરીર તે હોય છે જ એ વાત લક્ષમાં રાખવી જોઈએ રૂપો
તત્વાર્થનિકિતઃ–આહારક શરીરના ભેદ-પ્રભેદ નથી. તે એક જ પ્રકારનું હોય છે. પ્રમત્તસંતને જ હોય છે અને તેને સમય અન્તર્મુહૂર્ત માત્ર જ છે.
આહારકશરીર શુભ દ્રવ્યથી અર્થાતુ પ્રશસ્ત વર્ણ ગંધ રસ સ્પર્શવાળા દ્રવ્યોથી બને છે અને શુભ પરિણામ વાળું અર્થાત સમચતુરસ સંસ્થાનવાળું હોય છે.
આ રીતે આહારકશરીર વિશુદ્ધ પુદ્ગલેથી ઉપસ્થિત હોવાથી નિરવદ્ય હોય છે અર્થાત નિરવદ્ય આહાર-પાણીથી તેનું નિર્માણ થાય છે. આહારક શરીર વિશુદ્ધ દ્રવ્યોથી બને છે એનો અર્થ એ છે કે તે સ્વચ્છ સ્ફટિકમણિના કકડાની જેમ સમસ્ત પદાર્થોના પ્રતિબિમ્બના આધારભૂત હોય છે અથવા તે પાપમય હોતું નથી–તેનાથી પ્રાણિવધ વગેરે પાપમાં પ્રવૃત્તિ થતી નથી આથી તે નિરવદ્ય હોય છે.
આહારક શરીર ન તે હિંસા આદિ પાપકર્મોમાં કદી પ્રવૃત્ત થાય છે અથવા ન હિંસા વગેરે કરવાથી ઉત્પન્ન થાય છે આથી તે વિશુદ્ધ-અસાવદ્ય હોય છે.
આહારક શરીર અવ્યાઘાતી પણ હોય છે અર્થાત ન તો તે કોઈને રેકાણુ ઉત્પન્ન કરે છે અથવા ન કેઈ બીજી વસ્તુ તેમાં રુકાવટ ઉત્પન્ન કરી શકે છે. આ શરીર ચૌદપૂન ધારક મુનિને લબ્ધિના નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે.
ચૌદપૂર્વધારી બે પ્રકારના હોય છે-ભિન્તાક્ષર અને અભિન્નાક્ષર. જે ચૌદપૂર્વધારીને શ્રુતજ્ઞાનને એક એક અક્ષર અસંદિગ્ધ હોય છે અર્થાત જેને કઈ પ્રકારને સંશય નથી હોતે તે ભિન્તાક્ષર કહેવાય છે. ભિન્નાક્ષરને શ્રુતજ્ઞાને સંબન્ધી સંશય નિવૃત્ત થઈ જવાથી પ્રશ્ન ઉપસ્થિત થતું નથી અભિન્નાક્ષર આહારક લબ્ધિને પ્રયોગ કરે છે કારણકે તેને સંપૂર્ણ શ્રતજ્ઞાન પ્રાપ્ત થતું નથી અને તે વીતરાગ હેતું નથી.
આ પ્રકારે ચૌદપૂર્વધારી જ આહારકલબ્ધિ પ્રાપ્ત કરીને આહારક શરીર બનાવે છે તે પ્રમસંયત કહેવાય છે.
પ્રમત્તસંયત અને ચૌદપૂર્વ ધારક મુનિ આહારક લબ્ધિને આશ્રય કેમ લે છે ? એનું કારણ એજ જણાય છે કે-શ્રુતજ્ઞાનના ગોચર કઈ અત્યન્ત ગૂઢ પદાર્થમાં તેને સંશય ઉત્પન્ન થાય