________________
૮૨
તત્વાર્થસૂત્રને થતાં નથી. અગર જો ત્યાં ધર્મ અને અધર્મ હોત અને જીવ-પુદ્ગલ ત્યાં જતાં-રેખાતાં હેત તે આલકાકાશ તેમને અવગાહન આપત, પરંતુ ત્યાં તેઓ નથી આ કારણે અલકાકાશમાં વિદ્યમાન પણ અવગાહન ગુણ પ્રગટ થતું નથી.
કાળનું લક્ષણ વર્તાના છે. નવાને જુનું કરવું અને જુનાને નાશ કરે તે વર્તન કહેવાય કાળદ્રવ્યના કારણે જ મોટાપણું, નાનાપણું વગેરેને વ્યવહાર થાય છે. તે કાળસમય આવ લિકા આદિ રૂપ છે. ઉત્તરાધ્યયનને ૨૮માં અધ્યયનની ગાથા ૧૦મીમાં કહ્યું છે-કાલવત્તના” લક્ષણવાળો છે. જીવાદિ પદાર્થ અમુક-અમુક રૂપમાં વર્ત-રહે છે તેમના વર્તનમાં જે નિમિત્ત કારણ છે, તે વર્તાના છે. આ વર્તન જ કાળનું લક્ષણ છે.
જેમાં મીલન અને વિગ દેખાય તે પુગલ છે. એક પુદ્ગલ સિવાય એવું કઈ દ્રવ્ય નથી જે વિખેરાઈ શકાય અને જોડાઈ પણ શકે. પુગલ વિખરાઈને અનેક રૂપ બની શકે છે અને અનેક પુદ્ગલ મળીને એક સ્કંધ રૂપ પરિણામ થઈ શકે છે પરંતુ પુદ્ગલ સિવાય કઈ અન્ય દ્રવ્યમાં આ પ્રકારને સ્વભાવ નથી આથી મીલન અને વિગ પુદ્ગલ દ્રવ્યનું અસાધારણ લક્ષણ છે.
અથવા પુરુષ જે જે ગ્રહણ કરી લે છે-મિથ્યાદર્શન વગેરે કારણેથી ગ્રહિત પુરુષને બાંધે છે અથવા કષાય અને વેગવાળા પુરુષ દ્વારા કર્મ રૂપમાં જેમને ગ્રહણ કરવામાં આવે છે તે પુદ્ગલ છે. આ રીતે ધર્મ આદિ પાંચ અજીવ કહેવાય છે.
અધ્ધા રૂપ કાળ એક સમય રૂપ હેવાથી અસ્તિકાય હેઈ શક્તા નથી આથી જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય, આ પાંચ અતિકામાં કાળને ગ્રહણ કરવામાં આવ્યા નથી તે પણ ધર્માદિની જેમ કાળમાં પણ અજીવતત્ત્વની સત્તા હેવાથી અજીવ દ્રવ્યમાં તેને ગ્રહણ કરવું અનુપયુક્ત નથી.
આ કારણથી અહીં “અજીવ એમ જ કહેવામાં આવ્યું છે. “અછવકાય એમ અથવા અછવાસ્તિકાય, એમ કહેવામાં આવ્યું નથી.
અસ્તિ' શબ્દનો અર્થ અહીં પ્રદેશ છે અને કાય’ શબ્દનો અર્થ સમૂહે છે. તાત્પર્ય એ છે કે જે દ્રવ્યપ્રદેશના સમૂહ રૂપ હોય તેજ અસ્તિકાય કહેવાય છે. કાળપ્રદેશને સમૂહ નથી એક સમયે રૂપ કારણ કે અતીતકાળને નાશ થઈ જવાથી સત્તા નથી અને ભવિષ્યકાળ અનુત્પન્ન હોવાથી સત્તા નથી.
ફકત વર્તમાનકાળને સત્તા હોય છે અને વર્તમાનકાળ એક સમયે જ છે. આ કારણે કાળની અસ્તિકામાં ગણત્રી કરવામાં આવી નથી.
સમય આદિ રૂપ કાળ અઢીદ્વીપની અંદર જ હોય છે. (અઢી દ્વીપની બહાર ચન્દ્ર સૂર્ય વગેરે સ્થિર હોવાથી ત્યાં કાળની કલ્પના કરી શકાતી નથી). તે એક સમયરૂપ છે, જે અત્યન્ત સૂમ છે, નિવિભાગ છે તેને કાય’ કહી શક્તા નથી કારણકે “કાય’ શબ્દ સમૂહવાચક છે.
અગર ધર્મ વગેરેને “અજીવકાય” કહેવામાં આવે તે કાળ તેમનામાં ગ્રહણ થઈ શક્ત નથી પરંતુ પ્રાકૃત સૂત્રમાં કેવળ અજીવ દ્રવ્યને જ ઉલ્લેખ કરવામાં આવે છે આથી જીવથી ભિન્ન હોવાના કારણે કાળને પણ તેમનામાં સમાવેશ થાય છે.