________________
ગુજરાતી અનુવાદ અ. ૨ દ્રવ્યના અનેક પણાનું નિરૂપણ સૂ. ૫
શંકા–જો ધર્મ વગેરે ત્રણ દ્રવ્ય નિષ્ક્રિય છે તે તેમનામાં ઉત્પાદ ઘટિત થતો નથી કારણ કે ઘટ આદિમાં જે ઉત્પાદ દેખાય છે તે ક્રિયાપૂર્વક જ થાય છે, ઉત્પાદના અભાવમાં વ્યય પણ થઈ શકતો નથી. આવી સ્થિતિમાં બધા દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રૌવ્યાત્મક છે એ માન્યતા ખંડિત થઈ જાય છે.
સમાધાન-ધર્મ આદિ ત્રણ દ્રવ્યમાં ઘડાની જેમ કિયા નિમિત્તક ઉત્પાદ થતો નથી ત્યાં બીજી જ રીતે ઉત્પાદની કલ્પના કરવામાં આવી છે.
ઉત્પાદ બે પ્રકારના છે–સ્વનિમિત્તક અને પરનિમિત્તક અનન્ત અગુરુલઘુ ગુણોને જે આગમની પ્રમાણતાના આધાર પર વિચાર કરવામાં આવે છે અને જે ષટ્રસ્થાન પતિત વૃદ્ધિ અને હાનિથી પ્રવૃત્ત હોય છે, સ્વભાવથી જ ઉત્પાદ અને વ્યય થાય છે તેને સ્વનિમિત્તક ઉત્પાદ કહે છે અશ્વ આદિની ગતિ સ્થિતિ અને અવગાહનમાં કારણ હોવાથી ધર્માદિ દ્રવ્યમાં ક્ષણે ક્ષણે ભેદ થતો રહે છે અર્થાત્ ધર્મ દ્રવ્ય ક્યારેક અશ્વની કદી મનુષ્યની અને કદી કોઈ પુદ્ગલની ગતિમાં સહાયક થાય છે એ જ રીતે અધમ દ્રવ્ય તેમની સ્થિતિમાં સહાયક થાય છે. જ્યારે ઘડાને એક જગાએથી ખસેડી બીજી જગ્યાએ મુકવામાં આવે છે ત્યારે પહેલાનાં આકાશ પ્રદેશથી તેને વિભાગ અને બીજી જગ્યાના આકાશ પ્રદેશથી સાથે સંગ થાય છે. આ સંગવિભાગની ઉત્પત્તિ અને વિનાશ જ આકાશને ઉત્પાદ–વિનાશ છે. આ પરનિમિત્તક ઉત્પાદ-વિનાશ કહેવાય છે. ધર્માદિ દ્રવ્ય જે નિષ્ક્રિય છે તે તે છે અને પુગળની ગતિ આદિમાં કારણભૂત કેવી રીતે હોઈ શકે ? એમ કહેવું ઉચિત નથી, ધર્માદિ દ્રવ્ય આંખની જેમ માત્ર સહાયક જ હોય છે આથી એ દેવ નથી. તાત્પર્ય એ છે કે ધર્મ દ્રવ્ય સ્વયંગતિમાં પરિણત જીવપુદગલેની ગતિમાં, અધર્મ દ્રવ્ય સ્વયં સ્થિતિમાં પરિણત જીવ-પુદગલની સ્થિતિમાં અને આકાશ સ્વયં આકાશરૂપ પરિણત અન્ય દ્રવ્યોના અવગાહનમાં સહાયક થાય છે. ગતિ આદિની પ્રેરણા કરવી તેમને સ્વભાવ નથી.
જેમ રૂપની ઉપલબ્ધિમાં ચક્ષુ નિમિત્ત હોય છે, તે પણ વિક્ષિપ્ત ચિત્ત વાળા માટે તે નિમિત્ત હતી નથી, એવી જ રીતે ધર્મ, અધર્મ અને આકાશને ક્રિયાહીન માનવા છતાં પણ જીવ અને પુદગલે સક્રિય હોવાથી તેમનામાં પણ સક્રિયતાની સિદ્ધિ થઈ જાય છે. એવી જ રીતે કાલ પણ સક્રિય સિદ્ધ થાય છે. આ દ્રવ્યની સાથેનું પ્રકરણ નથી.
આગમમાં કહ્યું છે–પ્રત્યેક વસ્તુ ઉત્પન્ન થાય છે, નષ્ટ પણ થાય છે અને કાયમ પણ રહે છે. અન્યત્ર પણ કહેલું છે.
જેમ અવગહ આદિ ગુણ હોવાના કારણે ઉત્પાદ વ્યય, ધ્રૌવ્ય સ્વભાવવાળા છે તેજ રીતે જીવના ગુણ જો ઉત્પાદ આદિ સ્વભાવવા છે તે શું દોષ આવે ? iા
અવગાહક વગર અવગાહન કેવી રીતે થઈ શકે ? ગતિ આદિ ઉપકાર પણ આ પ્રકારના છે? રા.
દ્રવ્ય, પર્યાયથી સર્વથા ભિન્ન નથી અર્થાત્ કથંચિત અભિન્ન છે. આવી સ્થિતિમાં પર્યાયને નાશ થવાથી આકાશ આદિ દ્રવ્યને સર્વદા નિત્ય કેવી રીતે માની શકાય ? પાપા