________________
૯િ૩
તત્વાર્થસૂત્રને
સાર ધર્મ આદિ દ્રવ્યની ગતિ સ્થિતિ અને અવગાહન ઉપકાર છે. ગતિ વગેરે ત્રણેથી યુકત વસ્તુ અર્થ ક્રિયા કરવામાં સમર્થ હોય છે એમ અનેકાન્તવાદી સ્વીકારે છે.
પ્રાકૃત સૂત્રમાં “એક” શબ્દ અસહાયક અર્થમાં ગ્રહણ કરવામાં આવ્યો છે આથી જેમ પરમાણુ રૂપ પુદ્ગલ દ્રવ્ય બીજા પરમાણુથી સદ્વિતીય છે અર્થાતું એક પરમાણું બીજા પરમથી ભિન્ન સ્વતંત્ર અસંયુક્ત અસ્તિત્વ રાખે છે અને જેમ એક આત્મા બીજ આત્માથી ભિન્ન અસ્તિત્વવાળે છે અને તે બધાના ચૈતન્ય સુખ, દુઃખ નાદિ ગુણ યથાર્થ ભિન્ન-ભિન્ન છે અને જેમ કાળદ્રવ્યને કાળાંતરથી ભેદ છે તે ભેદ ધર્મ આદિ દ્રવ્યમાં નથી. એક ધર્મદ્રવ્યથી ભિન્ન બીજા ધર્મદ્રવ્યની પૃથક સત્તા નથી. અધર્મ દ્રવ્ય પણ પરસ્પર ભિન્ન બે અગર વધારે નથી. આકાશ પણ વ્યકિતશઃ અનેક નથી આ કારણથી ધર્મ આદિ ત્રણ દ્રવ્યોને એક-એક કહેવામાં આવ્યા છે.
કાળ પુગલ અને જીવ અનેક દ્રવ્ય છે. કાલ દ્રવ્ય સમય આવલિકા, નિમેષ ક્ષણ લવા આદિ રૂપથી અનેક દ્રવ્ય છે. પુદગલ પણ અનેક દ્રવ્ય છે કારણ કે પરમાણુઓ તથા દ્વયાગુકેથી લઈને અનન્તાનન્તાયુક સ્કંધેની સત્તા સ્વતંત્ર છે. પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય આદિ જેની પોત-પોતાની સ્વતંત્ર સત્તા છે.
એવી જ રીતે ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય અક્રિય અર્થાત ગમન રૂપ ક્રિયાથી રહિત છે. કિયા રૂપ પરિણમનથી યુકત દ્રવ્ય આત્યંતર કારણ છે અને પ્રેરણા આદિ બાહ્ય કારણ છે. આ બંને કારણેથી દ્રવ્યની દેશાંતર પ્રાપ્તિ (એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવું) રૂપ પર્યાય ક્રિયા કહેવાય છે. આ ક્રિયા ધર્મ આદિ ત્રણ દ્રવ્યમાં થઈ શકતી નથી.
આ પ્રકારે પુદગલ અને જીવમાં થનારી દેશાંતર પ્રાપ્તિ રૂપ જે વિશેષ ક્રિયા છે તેને જ ધર્મ આદિ ત્રણ દ્રવ્યમાં નિષેધ કરવામાં આવ્યો છે. એવું નહીં સમજી લેવું જોઈએ કે એમનામાં ઉત્પાદુ વ્યય અને ધ્રૌવ્ય રૂપ ક્રિયા પણ નથી. જે એમનામાં સત્તા છે તે ઉત્પાદ અને વ્યયનું હોવું પણ અનિવાર્ય છે. ઉત્પાદું વ્યય અને ધ્રૌવ્ય વગર કઈ પણ વસ્તુ સત્ થઈ શક્તી નથી. આથી દ્રવ્ય હોવાના કારણે જેમ મુક્તાત્માઓમાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય માનવામાં આવે છે તેવી જ રીતે ધર્મ આદિ દ્રામાં પણ મનાય છે. - આ રીતે અવગાહ દેવું આકાશનું લક્ષણ છે અને તેજ તેને ઉપકાર છે. તે ઉપકાર અવગાઢ જીવ આદિ વગર અભિવ્યક્ત થતો નથી આથી અવગાઢ જીવાદિના સંગમાત્ર જ અવગાહ છે. સંગ ઉત્પન્ન થનારી બે વસ્તુઓમાં થાય છે, જેમ બે આંગળીઓને સંગ એ રીતે અવગાહ દેવું તે આકાશને ઉપકાર છે તેવી જ રીતે ધર્મ અને અધર્મનો ઉપકાર ગતિ અને સ્થિતિમાં સહાયક હોવાનો છે. તે પણ ગતિમાન અને સ્થિતિમાન દ્રવ્યોને સંગમાત્ર છે. આ કારણથી ધર્મ અને અધર્મ દ્રવ્ય પણ ઉત્પાદ વ્યય વગેરે સ્વભાવવાળા છે વગેરે પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે.
આ સૂત્રને આશય એ છે કે જેમ જીવ અને પુગળમાં એક જગાએથી બીજી જગાએ જવાની વિશેષ ક્રિયા થાય છે, તેવી કિયા ધર્મ આદિ ત્રણ દ્રવ્યમાં થતી નથી પરંતુ ઉત્પાદ આદિ સામાન્ય કિયા તેમનામાં માનવામાં કઈ પણ દેષ નથી.