________________
તત્વાર્થસૂત્રને તે પુદ્ગલ રૂપી અર્થાત્ રૂપવાળા છે પૂરણ અને ગલન સ્વભાવવાળા હોવાથી તે પરમાણું થી લઈને અનન્તાનન્ત પ્રદેશ સ્કંધ સુધી જાણવા જોઈએ. પુદ્ગલ અનેક રૂપ પરિણમનના પિતાના સામર્થ્યના કારણે સૂક્ષ્મ, સ્થળ, વિશેષ, અવિશેષ, પ્રકર્ષ, અપકર્ષ રૂપ અસાધારણ રૂપવત્તાને ધારણ કરે છે. ધર્મ, અધર્મ આદિ દ્રવ્યમાં આ હેતું નથી એ કારણથી પુગમાં રૂપવત્વનું અવધારણ કરવામાં આવ્યું છે. પુદ્ગલ ભલે પરમાણું હેય અગર દ્વયાક આદિ રૂપમાં વધીને મોટો સ્કંધ બની જાય પરંતુ રૂપવત્વ પુગલને ત્યાગ કરતું નથી અને પુગલદ્રવ્ય કદીપણું રૂપવત્તાને પરિત્યાગ કરતું નથી આથી એ ગ્ય જ કહેવામાં આવ્યું છે કે પુદુંગલ રૂપી હોય છે. - ચક્ષુગ્રાહ્ય રૂપ જે પરમાણુ દ્રયાણુક વગેરે પુદ્ગલેના હોય તે રૂપી કહેવાય છે એ પ્રકારને વિગ્રહ કરીને છઠ્ઠી વિભકિત બતાવવાથી એવું સૂચિત કરવામાં આવે છે કે ભેદ વિવરણથી દ્રવ્ય અને ગુણમાં ભિન્નતા છે. જે બંનેમાં અભેદનું વિવરણ કરીએ તે અભેદ, પણ છે. આ અભિપ્રાય છે “રૂપ જેમનામાં છે તે રૂપી એમ સાતમી વિભક્તિ લઈને વિગ્રહ કરવામાં આવ્યો છે. અથવા દ્રવ્ય અને ગુણમાં પર્યાયાર્થિકનયની અપેક્ષાથી ભેદ અને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથીઅભેદ સમજવો જોઈએ. રૂપાત્મક મૂત્તિથી ભિન્ન પુગલ કોઈ સ્થળે ઉપલબ્ધ થતાં નથીબંને ભિન્ન ભિન્ન દેશમાં મળતાં નથી આથી તેમનામાં અભેદ છે. એવી જ રીતે એવો જે વ્યવહાર થાય છે કે ચન્દ્રનું રૂપ શ્વેત છે, રસ તીખો છે, ગંધ સુરભિ છે, સ્પર્શ શીતળ છે, એ ભેદ હોવા પર જ સંભવિત છે.
“આ મુનિની આ મહપત્તિ છે એમાં જેમ મુનિ અને મુહપત્તિમાં ભેદ હોવાથી જ છઠ્ઠી વિભક્તિ દેખાય છે એ જ રીતે દ્રવ્ય અને ગુણમાં પણ ભેદ છે.
શંકા–જેવી રીતે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન મળી આવે છે તે જ રીતે રૂ૫ આદિ ગુણ દ્રવ્યથી જુદાં મળી આવતા નથી તેમજ ન તે દ્રશ્ય જ રૂપ વગેરે ગુણોથી ભિન્ન ઉપલબ્ધ હોય છે.
સમાધાન–જે દ્રશ્ય અને ગુણમાં ભેદ ન હોત તે ચન્દનનું શ્વેત રૂપ, તીખ રસ, સુરભિગંધ એ મુજબ છઠ્ઠી વિભક્તિ ન હેત. ભેદ થવાથી જ છઠ્ઠી વિભક્તિ થાય છે, અભેદમાં નહીં. આથી દ્રવ્ય અને ગુણમાં ભેદ અવશ્ય માન જોઈએ—
કદાચિત કહેવામાં આવે છે સેના, વન આદિની જેમ અન્ય અર્થોમાં પણ છઠ્ઠી વિભક્તિ દેખાય છે. દાખલા તરીકે સેનાને હાથી-વનને આબે (જંગલની કેરી) હાથી વગેરે પદાર્થોને સમૂહ જ સેના પદને અર્થ છે અને આંબા વગેરે વૃક્ષોને સમૂહ જ વન હોય છે. એને જવાબ એ છે કે સેનાને હાથી અને વનને આંબે તેમાં કોઈ ભેદ નથી. અનિશ્ચિત દિશાઓ તથા દેશમાં રહેલાં હાથી, પુરુષ ઘેડા અને રથમાં, જે સમ્બન્ધ વિશેષથી વિશિષ્ટ છે. જેમની સંખ્યા નિશ્ચિત-અનિશ્ચિત છે તે બધાની જે બહત્વ સંખ્યા છે, તેજ સેનાપદને અર્થ છે. એકલે હાથી જ એ શબ્દને વાચ્ય નથી.
એવી જ રીતે સહકાર, આંબે, જાંબુ કબીર-લીંબૂ દાડમ વગેરેના વૃક્ષને સમૂહ જ કાનન શબ્દને વાચે છે માત્ર સહકારજ વન શબ્દને અર્થ નથી આથી તે બંને પણ ભિન્ન છે.