________________
ગુજરાતી અનુવાદ સપક્રમ અને નિરૂપકમ બે પ્રકારના આયુષ્યનું નિરૂપણ સૂ. ૪૧ ૭૯ વસાન, નિમિત્ત વેદના પરાધાત તથા સ્પર્શ આદિ વેદના વિશેષ, જે આયુષ્યના ભેદને ઉપક્રમ છે, તે હોતા નથી. આથી તે નિરૂપકમ આયુષ્યવાળા ગણાય છે.
અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાથી ભિન્ન મનુષ્ય અને તિર્યામાં કઈ કઈ પ્રાણવાન નિરોધ આદિ કોઈ કારણ, મળવાથી સોપકમ આયુષ્ય વાળા કહેવાય છે. કઈ કઈ એવા પણ હોય છે જેમના આયુષ્યને ઉપકમ થતો નથી આથી તેઓ અપવર્તનીય આયુષ્યવાળા અને અનપવર્તનીય આયુષ્યવાળા એમ બંને પ્રકારના હોય છે, જે મનુષ્ય અને તિર્યંચ અપવર્ય આયુષ્યવાળ હોય છે. તેઓ નિયમથી સોપકમ આયુષ્યવાળા હોય છે અને જે અનપત્ય આયુષ્યવાળા હોય તેઓ નિરૂપકમ આયુષ્યવાળા હોય છે.
જે જીવ અપવત્યં આયુષ્યવાળા હોય છે તેમનું આયુષ્ય ઝેર, શસ્ત્ર, કાંટા, અગ્નિ, પાણી, સર્પ, અજીર્ણ સન્નિપાત, સંસી, હિંસક પશુ, ભૂખ, તરસ, ઠંડી અને ગરમી વગેરે ઉપકમથી અપવર્તિત થઈ જાય છે. અપવર્તિત થવાને અર્થ છે જલ્દી જ અંતર્મુહૂર્ત કાળમાં આયુષ્યનાં દલિકને ભોગવી લેવા, આયુષ્યનું સ્વલ્પ થઈ જવું અને અપવર્તનનું કારણ પૂર્વોક્ત નિમિત્ત હોય છે.
શંકા–જે અપવર્તનને અર્થ કર્મને વિનાશ થાય છે તે કૃતનાશને પ્રસંગ આવે છે. કેમકે આયુષ્યકર્મ પિતાનું ફળ આપ્યા વગર જ નાશ પામે છે. બાંધવા છતાં પણ તેનું ફળ ભેગવી શકાતું નથી કેમકે બાંધેલું કર્મ કર્તાને પોતાનું યોગ્ય ફળ આપીને જ નાશ પામે છે. ફળ આપ્યા વગર નહિ. શાસ્ત્રમાં પણ કહ્યું છે “કાજામાળ નોકવારિ” અર્થાત કરેલા કર્મોના ફળ ભેગાવ્યા વગર છુટકારો થતા નથી. આ રીતે જે આયુષ્યને અનુભવ કર્યા વગર જ મૃત્યુ થાય તે કૃતનાશ અને અકૃતાગમ દોષોને પ્રસંગ આવે છે કેમકે આયુષ્યની વિદ્યમાનતામાં પણ મરણ થાય છે. આવી જ સ્થિતિમાં આયુષ્યની નિષ્ફળતાને પણ પ્રસંગ આવે છે તે અનિષ્ટ ગણાય. જૈન સિદ્ધાંતમાં એવું છે પણ નહિ કે ઉપાર્જિત કરેલાં કર્મ ફળ આપ્યા વગર જ નષ્ટ થઈ જાય. અને જે કર્મ ઉપાર્જન નથી કર્યા તે ભગવાય.
આ સિવાય એકજ ભવની સ્થિતિવાળું આયુષ્ય કર્મ બીજા ભવ સુધી રહી શકતું નથી તેને ઉપભગ એકજ ભવમાં થાય છે. ભવાન્તરમાં નહિ. જે તમારી માન્યતા મુજબ આયુષ્યના રહેવા છતાં પણ જીવ મરી જાય છે તે પછી અવશિષ્ટ આયુષ્ય બીજ જન્મમાં ભેગવવું જ પડશે. આનાથી સાબિત થયું કે આયુષ્યનું અપવર્તન થતું નથી.
સમાધાન–ધીમે ધીમે દીર્ઘકાળ સુધી ભેગવવા યોગ્ય આયુષ્યને જલ્દીથી થોડા સમયમાં ભેગવી લેવું તેને જ અપવર્તન કહેવાય છે. અપવર્તનનો અર્થ એ નથી કે બાંધેલું આયુષ્ય ફળ આપ્યા વગર જ નષ્ટ થઈ જાય. આ કારણે આયુષ્યના વેદનકાળમાં અપતાં થઈ જવા છતાં કૃતનાશ અને અકૃતાત્માગમ દોષનાં પ્રસંગ આવતાં નથી. આયુષ્ય બીજા ભવમાં ભેગવાય એવું પણ હોતું નથી. પણ થાય છે એ કે પૂર્વોકત વિષ શસ્ત્ર વગેરે ઉપક્રમેથી ઉપલિત જીવનાં પુણ્યરૂપથી આયુષ્ય ઉદયમાં આવી જાય છે. અને જલદીથી પોતાનું ફળ આપે છે. અને પ્રદેશ ઉદય દ્વારા જલદીથી તેને પરિપાક થઈ જાય છે. આજ અહીં અપવર્તન માનવામાં આવ્યું છે.