________________
७८
તત્વાર્થસૂત્રને જરાક ધાતુ વિષમતાના કારણભૂત અપથ્ય સેવનથી ઉત્પન્ન થયેલે રેગ બેદરકારીથી કાલાન્તરમાં ઘણો વધી જાય છે અને શરીરને સમૂળગો નાશ કરી નાખે છે તથા નિષ્ણાત વૈદ્ય દ્વારા ઉપદિષ્ટ રોગ-નિરોધી ક્રિયા કલાપના સેવનથી તે વ્યાધિ એકદમ નાશ પામે છે. આ જ પ્રમાણે જે આયુષ્ય મંદ પરિણામ–પ્રયત્નના કારણે પાછલા ભવમાં ગાઢ રીતે બંધાયું ન હતું, તે અપવર્તાનાને યોગ્ય હોય છે.
આથી ઉલટું જે વ્યાધિ અત્યંત તીવ્ર ધાતુક્ષેભને આશ્રિત કરીને અપથ્ય સેવન વગેરેથી ઉત્પન્ન થયો છે અને કેઢ અથવા ક્ષયના જેવા દીર્ઘકાલીન રેગ થઈ જવાથી શરીરના બધા અંગે પાંગમાં પ્રસરી ગયા છે તેની ચિકિત્સા થવી ઘણું મુશ્કેલ છે. વિવિધ પ્રકારના ઔષધોનું સેવન કરવા છતાં પણ તે ઉત્તરોત્તર વધતાં જાય છે અને રોગીને અકાલે જ ઝડપી લે છે. વધુમાં વધુ પ્રયત્ન કરીને ધન્વન્તરિ પણ તે રોગને નાશ કરી શક્તા નથી. આ રીતે જે આયુષ્ય તીવ્ર પરિણામ–પ્રયોગથી પ્રગાઢ રૂપમાં બાંધેલું હોય છે તેનું અપવર્તન થઈ શકતું નથી તે જલ્દીથી સમાપ્ત થઈ શકતું નથી તે અપવર્તનીય આયુષ્ય કહેવાય. છે.
આયુષ્યના યથાકાળ અને અકાળમાં સમાપ્ત થવાથી અનેક દ્રષ્ટાંત વિદ્યમાન છે. સબળ હોવાથી શ્રેતાની પ્રતીતિ ઉત્પન્ન થાય છે. આથી આયુષ્ય બંને પ્રકારના છે અપવર્તનીય અને અનપત્તનીય.
કયા જીવ અપવર્તનીય આયુષ્ય વાળા હોય છે અને કયા અનપવર્ણનીય આયુષ્ય વાળા હોય છે? આ પ્રકારની જિજ્ઞાસા થવાથી કહીએ છીએ.
ઉપપાત જન્મવાળા નારક અને દેવ ચરમ શરીરી મનુષ્ય (જે તેજ શરીરથી સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળા છે) ઉત્તમ પુરુષ અર્થાત તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચ નિરૂપકમ આયુષ્યવાળા હોય છે. - જે તેજ શરીરથી સમસ્ત કર્મ-જાળને નષ્ટ કરીને સમસ્ત કર્મક્ષય રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે ચરમ શરીરિ મનુષ્ય જ હોય છે. નારક તિર્યંચ અગદેવ નહીં કારણ કે તેઓ સિદ્ધિને વેગ્ય હેતા નથી.
જેમને તીર્થકર નામ કર્મનો ઉદય થઈ ચૂક્યા છે તેઓ તીર્થકર કહેવાય છે. નવ નિધિ અને ચૌદ રત્નના અધિપતિ પિતાના પુરૂષાર્થથી મહાન ભેગશાળી તથા સંપૂર્ણ ભરત ક્ષેત્રના સ્વામી ચક્રવર્તી કહેવાય છે. અર્ધ ચક્રવર્તી બળદેવ વાસુદેવ કહેવાય છે. ગણધર આદિ ચરમ શરીરીની શ્રેણીમાં ગણાય છે.
અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ નિરૂપકમવાળા હોય છે. મનુષ્ય અને તિર્યમાં જ અસંખ્યાત વર્ષનું “જીવન લેવામાં આવે છે, નાકે અને દેશમાં નહીં.” દેવકુરૂ, ઉત્તરકુરૂ, અન્તદ્વીપ સહિત અકર્મ ભૂમિઓમાં તથા સુષમ સુષમાકાળ, સુષમાકાળ અને સુષમદુષમકાળમાં અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા મનુષ્ય હોય છે. તેજ દેવકુરૂ વગેરેમાં તથા મનુષ્ય ક્ષેત્રથી બહારનાં દ્વીપ અને સમુદ્રમાં અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિર્યંચ નથી. ઔપપાતિક નારક અને દેવ તથા અસંખ્યાત વર્ષનું આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય નિરૂપકમ–અનપત્યં આયુષ્યવાળા હોય છે. તેમના પ્રાણાપાન નિષેધ, આહારનિરોધ અધ્ય