________________
તત્વાર્થસૂત્રને પર્યત લાંબી આકાશ શ્રેણીમાં અવગાહન કરે છે-સ્થિતિની દૃષ્ટિથી પણ શરીરમાં ભેદ છે. ઔદારિક શરીરની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. વૈકિય શરીર તેત્રીસ સાગરેપમ સુધી રહે છે. આહારકની સ્થિતિ અન્તર્મહત્ત માત્રની છે. તૈજસ અને કાર્મણ શરીર પ્રવાહની અપેક્ષા અનાદિ અને અભવ્યની અપેક્ષા અનન્ત તથા ભવ્યની અપેક્ષા સાત હેય છે.
અલ્પબહુત્વની અપેક્ષાથી પણ ભેદ છે- આહારક શરીર સહથી ઓછો છે કદાચિત હોય છે, અને કદાચિત નથી પણ હતાં તેમનું અન્તર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ બેમાસનું છે. આહારક શરીર જે હોય તે જઘન્ય એક હોય અને વધારેમાં વધારે એક સાથે નવ હજાર સુધી હાઈ શકે છે–આહારકની અપેક્ષા વકિય શરીર અસંખ્યાતા છે અસંખ્યાતા ઉત્સર્પિણી અને અવસપિણી કાળની સમય રાશિની બરાબર છે અને બધાં નારક તથા દેવને વિકિય શરીર જ હોય છે. વૈશ્ચિયની અપેક્ષા દારિક શરીર અસંખ્યાત અસંખ્યાતા ઉત્સર્પિણી–અવસર્પિણી કાળની સમય રાશિ બરાબર છે.
શંકા–તિર્યંચ અનન્ત છે, એવી સ્થિતિમાં તેમના શરીર અસંખ્યાત જ કેમ કહેવામાં આવ્યા ?
સમાધાન–પ્રત્યેક શરીરી તિર્યને અસંખ્યાત શરીર હોય છે. જો કે સાધારણ નિગદકાયના તિર્યંચ અનન્ત સંખ્યક છે, પરંતુ તેમના જુદાં જુદાં શરીર હેતા નથી પરંતુ અનન્ત સાધારણ ને એક શરીર જ હોય છે. આથી જીવ અનન્ત હોવાં છતાં પણ તેમના શરીર અસંખ્યાતા જ હોય છે, અનન્ત નહીં.
દારિક શરીરની અપેક્ષા તેજસ અને કામણ શરીર અનન્તગણું છે. કારણકે એ બંને શરીર સમસ્ત સંસારીજીને હોય છે અને બધાને અલગ અલગ હોય છે. દારિક શરીરની જેમ અનન્ત અને એક જ તૈજસ અથવા કામણ શરીર હોતું નથી.
આ રીતે દારિક વગેરે શરીરમાં ઉકત નવ આધારેથી ભેદ હોય છે.
અહીં સમજી લેવું જોઈએ કે-વિગ્રહ ગતિ સમ છે માત્ર તેજસ અને કાર્મણ બે શરીર હોય છે, ભવસ્થ દશામાં તૈન્સ, કાર્પણ અને ઔદારિક એ ત્રણ અથવા તેજસ કાર્મણ અને વૈક્રિય હોય છે. તિર્યો અને મનુષ્યને તેજસ કામણ અને ઔદારિક શરીર સાથે જ્યારે લબ્લિનિમિત્તક વેકિય શરીર પણ પ્રાપ્ત થાય છે તે એકી સાથે ચાર શરીર પણ હોઈ શકે છે. ચૌદપૂર્વધારિ મુનિને આહારકલબ્ધિ પ્રાપ્ત હોય અને તે આહારક શરીર બનાવે ત્યારે તેજસ કાર્પણ અને ઔદારિક શરીરની સાથે આહારકશરીરના હોવાથી પણ ચાર શરીર હોઈ શકે છે.
જ્યારે એક જીવમાં ચાર શરીર એકી સાથે હોય છે તે જીવન પ્રત્યેક પ્રદેશની સાથે ચારે શરીરને સંબંધ હોય છે. આ પ્રકારે લબ્ધિરહિત સંસારી જીવને ત્રણ શરીર હોય છેતૈજસ, કાર્મણ, ઔદારિક અગર તે જે દેવ અગર નારક હોય તે દારિકની જગ્યાએ વૈક્રિય શરીર હોય છે. વૈકિય લબ્ધિથી રહિત અને આહારક લબ્ધિથી યુક્ત ચૌદ પૂર્વધારી મનુષ્યને તૈજસ, કામણ ઔદારિક તથા આહારક એ ચાર શરીર હોય છે. જે એક મનુષ્ય અથવા તિર્યંચને વૈકિય લબ્ધિ પ્રાપ્ત હોય તે તેના તેજસ, કામણ ઔદારિક તથા વૈકિય એ ચાર