________________
६६
તત્વાર્થસૂત્રને આવે છે. આવું શરીર કઈ-કઈ મહાત્માઓને કઈ-કઈ વાર જ પ્રાપ્ત થાય છે. બધાને પ્રાપ્ત થતું નથી. સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનક, બીજા ઉદ્દેશકમાં કહ્યું છે–
નિન્ય શ્રમણ ત્રણ કારણોથી પિતાની વિપુલ તેલેશ્યાને સંક્ષિપ્ત કરે છે (૧) આતાપના લઈને (૨) ક્ષમાભાવ ધારણ કરીને અને ચઉવિહાર તપસ્યા કરીને.
બીજુ સહજ તૈજસ શરીર સમસ્ત સંસારી પ્રાણીઓને પ્રાપ્ત થાય છે અને રસ વગેરે આહારના પરિપાકને કારણે હોય છે અર્થાત્ આપણે જે ભજન કરીએ છીએ તેને પચાવવું તે જ આ તૈજસ શરીરનું કામ છે. ૩૪
“માહા પાદું ઘરસંન્નારા જેવ’ ફૂ૦ રૂડા
મૂળસૂવાથ–આહારક શરીર એક જ પ્રકારનું છે અને તે પ્રમત્ત સંયતને જ પ્રાપ્ત થાય છે. રૂપા
તત્ત્વાર્થ દિપીકા પૂર્વ સૂત્રમાં તેજસ શરીરની પ્રરૂપણા કરવામાં આવી હવે કમપ્રાપ્ત આહારક શરીરનું કથન કરવામાં આવે છે.
આહારક શરીર એક જ પ્રકારનું હોય છે અને તે ૧૪ પૂના ધારક પ્રમત્તસંયતને જ પ્રાપ્ત થાય છે.
પ્રમત્ત સંયત અર્થાત્ ૬ ગુણસ્થાનવત્તી સાધુના મનમાં જ્યારે હવે પછીથી કહેવામાં આવનારા પ્રાણિદયા, તત્ત્વજિજ્ઞાસા વગેરેમાંથી કોઈ કારણુ ઉત્પન્ન થાય છે ત્યારે તે વિચારે છે–પરમદેવ તીર્થકર ભગવંતના દર્શન વગર આ શંકાનું નિવારણ થવાનું નથી અને આ ક્ષેત્રમાં તે તીર્થકર ભગવાન વિદ્યમાન નથી. આ સંજોગોમાં મારે શું કરવું જોઈએ ? આવું ચિંતન કરવાવાળા પ્રમત્ત સંયતના શરીરથી તાલુપ્રદેશથી વિદ્યમાન વાળના અગ્ર ભાગના આઠમાં ભાગ બરાબર નાના એવા છિદ્રથી એક હાથ બરાબર બનેલું સ્ફટિકમણિ જેવું સ્વચ્છ એક પુતળું નીકળે છે. તે પુતળું તે સ્થળે જાય છે જ્યાં તીર્થકર ભગવંત અગર કેવળી સ્થિત હોય, ત્યાં તેમના શરીરને સ્પર્શ કરી પોતાનું પ્રયોજન પૂરું કરીને પાછા આવી જાય છે અને પાછું તેજ સાધુના શરીરમાં પેસી જાય છે. આ પ્રમાણે થવાથી તે સાધુને સંશય-શંકા દૂર થઈ જાય છે. આ આહારક શરીર આ ચાર કારણથી ચાર વાર ધારણ કરી શકાય છે અને પછી તે સાધુને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. આને જ આહારક લબ્ધિ પ્રકટ કરવી એમ કહે છે. જે ચાર પ્રજનથી આહારક શરીરનું નિર્માણ કરવામાં આવે છે તે આ પ્રકારે છે- (૧) પ્રાણદયા (૨) તીર્થકર ભગવાનની ઋદ્ધિનું દર્શન (૩) છદ્મસ્થનું અવગ્રહણ અર્થાત નવું જ્ઞાન ગ્રહણ કરવું તે અને (૪) સંશયનું નિવારણ આ ચાર પ્રયોજનથી મુનિ આહારક લબ્ધિ પ્રકટ કરીને આહારક શરીરનું નિર્માણ કરે છે. | મુનિએ આહારક શરીરનું નિર્માણ કરીને તેને તીર્થંકર પાસે મોકલવું અને કદાચ જે ત્યાં તીર્થકર ન મળે તો તે એક હાથ પ્રમાણ વાળા આહારક શરીરમાંથી બંધ મુઠી હાથની બરાબર બીજ આહારક શરીર નીકળે છે અને તે તીર્થંકર પાસે જાય છે. ત્યાં પિતાના મનનું સમાધાન કરી ફરી પાછું આવે છે અને એ એક હાથ પ્રમાણ પ્રથમ શરીરમાં પેસી જાય છે અને તે પ્રથમ શરીર મુનિના અસલ શરીરમાં પેસી જાય છે. વળી કહ્યું પણ છે