________________
૪૧
ગુજરાતી અનુવાદ
જીવની ગતિનું નિરૂપણ ૧૦ ૨૪. વાળી ગતિ ત્રણ પ્રકારની છે એક સમયની, બે-સમયની અને ત્રણ સમયની. એથી વિશેષ હોતી નથી કારણકે તેને સ્વભાવ જ એવો છે, પ્રતિઘાતને અભાવ છે અને વિગ્રહના નિમિતને અભાવ છે. જે જીવનું ઉપપાતક્ષેત્ર સમશ્રણમાં રહેલ છે તે જીવ જુ થી જઈને ઉત્પન્ન થાય છે.
વક્રગતિ નહીં કરનાર જીવ એક જ સમયમાં ઉત્પન્ન થઈ જાય છે અર્થાત્ પિતાના ઉપપાતક્ષેત્ર સુધી પહોંચી જાય છે પરંતુ તેનું ઉપપાતક્ષેત્ર જે વિશ્રેણમાં હોય છે ત્યારે એક સમય અને ત્રણ સમયવાળી પણ વિગ્રહ ગતિ હોય છે. - અત્રે વિગ્ર” શબ્દ વિરામ અર્થમાં લેવું જોઈએ અને નહી કે કુટિલ અર્થમાં આથી ફલિતાર્થ એ થયે કે એક સમયમાં ગતિના અવચ્છેદથી અર્થાત્ વિરામથી ઉત્પન્ન થાય છે, બે સમયમાં ગતિના અવચ્છેદથી યાની વિરામથી ઉત્પન્ન થાય છે અથવા ત્રણ સમયમાં ગતિના અવચ્છેદ અર્થાત્ વિરામથી ઉત્પન્ન થાય છે.
અહીં એવું સમજવું જોઈએ-અવિગ્રહ ગતિ ઈગતિ (બાણ જેવી સીધી ગતિ) કહેવાય છે જેવી રીતે બાણનું પિતાનું લક્ષ્ય સીધી ગતિ હોય છે એવી જ રીતે સિદ્ધો તથા સંસારી જીની અવિગ્રહગતિ એક સમયે જેવી સરખી જ હોય છે. સવિગ્રહગતિ સંસારી જીની જ હોય છે. તેના ત્રણ ભેદ છે હસ્તપ્રક્ષિપ્ત, લાંગલિકા અને ગેમૂત્રિકા.
જેમ હાથને એકબાજુ વાંકો વીંઝવામાં આવે તે એક તરફ તિરછી ગતિ હોય છે એવી જ રીતે સંસારી જીવની હસ્તપ્રક્ષિત ગતિ એક વિગ્રહવાળી બે સમયની હોય છે. લાંગલિકા ગતિ બંને તરફથી વાંકી હોય છે જેવી રીતે હળ બંને તરફથી વાંકું હોય છે તે જ રીતે સંસારી જીની જે ગતિ બંને તરફથી વાંકી હોય તે લાંગલિકા કહેવાય છે, તે ગતિ ત્રણ સમયની હોય છે. ગોમૂત્રિકા ગતિ ત્રણ વિગ્રહવાળી હોય છે. તે ગતિ ચાર સમયની હોય છે. આ રીતે ભવાન્તરમાં ઉત્પન્ન થનારા સંસારી ઓની વિગ્રહવાળી વક્રગતિ ચેથા સમયથી પહેલા જ ઉત્પન્ન થઈ જાય છે. ચોથા સમયમાં અગર ચોથા સમયના અન્તમાં વક્રગતિ હોતી નથી.
વિગ્રહવાળી ગતિ ચેથા સમયમાં કેમ થતી નથી ? આ પ્રશ્નનો જવાબ એ છે કે સહુથી અધિક વિગ્રહના નિમિત્તભૂત લેકાગ્રના ખુણારૂપ નિષ્ફટ ક્ષેત્રમાં ઉત્પન્ન થનાર છવ નિષ્કટ ક્ષેત્રને અનુકૂળ શ્રેણી ન હોવાના કારણે ઈષગતિ કરી શકતો નથી આથી નિષ્ફટ ક્ષેત્રમાં જવા માટે પણ વિગ્રહવાળી ગતિને આરંભ કરે છે તેથી અધિક વિગ્રહવાળી ગતિ કરતું નથી કારણકે એવું કંઈ પણ ઉ૫પાત ક્ષેત્ર નથી કે જ્યાં જવા માટે ત્રણથી વધારે વિગ્રહ કરવા પડે ૨૪ ..
તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં કહેવામાં આવેલી જીની ભવાન્તર પ્રાપિણાગતિ તથા પુદ્ગલેની દેશાન્તર પ્રાપિણી ગતિ શું સીધી જઈને વિરત થઈ જાય છે અથવા વિગ્રહ કરીને પણ ફરી ઉત્પન્ન થાય છે ? એવી આશંકાના સમાધાન માટે કહે છે-પગલે માટે કોઈ નિયમ નથી, સિદ્ધિગમન કરવાવાળા જેની ગતિ નિયમ રૂપે અવિગ્રહ-સરળ જ હોય છે,