________________
ગુજરાતી અનુવાદ
જીવાના શરીરાનું નિરૂપણ સૂ. ૨૯
૫૩
શકરા વાલુકા વગેરે પૃથ્વીની જે જાતિએ કહેવામાં આવી છે પૃથ્વીકાયની ચેાનિએ પણ તેટલી જ સમજવી તે યાનિએ પેાતાની મૂળયેાનિથી જુદી નથી. પરંતુ જાતિભેદથી તેમાં ભેદ પડી જાય છે. આથી આ વચન સ’ગ્રાહકવચન સમજવુ' જોઈ એ. આવી જ રીતે અન્ય જીવાની ચેાનિએ પણ જાતિભેદની અપેક્ષાથી બહુ સંખ્યક છે. ર૮૫
सरीरा पंच ओरालियवेडव्त्रिय आहारग तेयकम्माई ||२९||
મૂળસૂત્રા :- શરીર પાંચ છે–ઔદારિક, વૈયિક આહારક તૈજસ તથા કામ`ણુ ૫રહ્યા તવા દિપીકાઃ—પહેલા સંસારી જીવેાના ગલ, ઉપપાત અને સમૂનના ભેદથી ત્રણ પ્રકારના જન્મ બતાવેલા છે. હવે એવુ' બતાવીએ છીએ તે જન્મામાં જીવાના કયા શરીર હાય છે ? કેટલાં હેાય છે ? તે શરીરેાનાં લક્ષણ કયા છે ?
જે પ્રતિક્ષણ વિનષ્ટ થતા રહે છે તે શરીર કહેવાય છે. વિશિષ્ટ નામક ના ઉદયથી તેમની રચના થાય છે તે પાંચ છે ઔદારિક, વૈયિ, આહારક તૈજસ તથા કાણુ આ શરીર યથાસંભવ નરકાદિ ચાર ગતિઓનાં જીવાને જ ાય છે. સિદ્ધ જીવાને નહીં આ બતાવવા માટે સૂત્રમાં સર્વાં પ્રથમ શરીર શબ્દના પ્રયોગ કરવામાં આવ્યે છે. શરીર નાશવંત છે અને સિદ્ધોમાં તેનુ' હાવું સંભવિત નથી શરીર” શબ્દની અપેક્ષા “કાય” શબ્દ નાના છે તે પણ અત્રે કાયશબ્દના પ્રયોગ નહીં કરતા શરીર શબ્દના પ્રયોગ કરવામાં આવ્યેા છે તેના હેતુ શરીરની ક્ષણભંગુરતા દર્શાવે છે. “શરીર”ના વ્યુત્પત્ય જ એ છે કે જે નાશવત છે. આ રીતે સ`સારી જીવાના ઉપયુકત પાંચ શરીર હાય છે.
આ પાંચ શરીરમાં પ્રથમ-પ્રથમ શરીરની અપેક્ષા ઉત્તરાત્તર શરીર સૂક્ષ્મ હાય છે. ઔદારિક શરીર સ્થૂળ છે તેની અપેક્ષા વૈક્રિય શરીર સૂક્ષ્મ છે, વૈક્રિય શરીરની અપેક્ષા આહારક સૂક્ષ્મ છે, આહારકની અપેક્ષા તેજસ અને તેજસની અપેક્ષા કર્માંણુ શરીર સૂક્ષ્મ છે.
ઉદાર અર્થાત્ સ્થૂળ તથા અસાર દ્રવ્યથી બનેલું શરીર ઔદારિક કહેવાય છે. આ શરીરની ઉત્પત્તિ ઔદારિકને યાગ્ય પુદ્ગલાના ગ્રહુણના કારણભૂત પુદ્ગલવિચારી ઔદારિક શરીર નામકમનાં ઉદયથી થાય છે અર્થાત્ જે શરીર સ્થૂલ અથવા જેનુ' પ્રયાજન સ્થૂલ હેાય તે ઔદારિક.
એક, અનેક, નાના, મેાટા ઈત્યાદિ દરેક પ્રકારના શરીર કરવા તે વૈક્રિય કહેવાય છે. વિક્રિયા કરવી જેવુ પ્રત્યેાજન છે તે વૈક્રિય શરીર અથવા વિક્રિયાશકિત દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું શરીર વૈક્રિય શરીર કહેવાય છે.
દેવાનું મૂળ શરીર તીર્થંકર ભાગવતાના જન્મકલ્યાણક વગેરે સમયે પણ વૈક્રિય શરીર ધારણ કરીને જન્મ ઉત્સવના સ્થળે આવે છે. મૂળ રૂપથી નહી એક અથવા અનેક રૂપ ઉત્તર શરીર જ તેમના જન્મોત્સવ વગેરેમાં સમ્મિલિત થાય છે. વિક્રિયા, વિકાર, બહુરૂપતા અગર એકને અનેક બનાવવુ', આ તમામ સમાનાર્થીક શબ્દ છે. ટુંકમાં જે શરીર વિક્રિયાથી બનેલું હાય, અનેક આશ્ચય ઉત્પન્ન કરનાર હેાય, જુદા જુદા પ્રકારના ગુણેાથી યુકત હેાય, એવા વૈક્રિયવગણાના પુદ્ગલાથી બનેલું શરીર વૈક્રિય કહેવાય છે.
સૂક્ષ્મતત્ત્વને જાણવા માટે અથવા અસંયમનુ નિવારણ કરવા માટે વગેરે કારણેાથી પ્રમ ત્તસયત દ્વારા જે શરીર નિષ્પાદિત કરવામાં આવે છે તે આહારક કહેવાય છે. આ શરીર