________________
તત્ત્વાર્થટીકાનુવાદ–
મંગલાચરણ દેવગણ જેમના ચરણોમાં નમસ્કાર કરે છે, જેઓ તન્દ્રાથી મુક્ત છે અર્થાત્ જેમના જ્ઞાનની અનુપયોગ–અવસ્થા દૂર થઈ ગઈ છે- જેઓ સતત ઉપયાગમય ક્ષાયિક કેવળજ્ઞાનથી સંપન્ન છે અથવા મેહજનિત પ્રમાદથી સર્વથા રહિત થઈ ગયા છે. તથા જેમણે ભદ્ર કહેતાં કલ્યાણને પૂર્ણ રૂપથી પ્રાપ્ત કરી લીધું છે. તે જિનેન્દ્ર ભગવાન રૂપી ચન્દ્રને પ્રણામ કરીને હું મુનિ ઘાસીલાલ નવ તના વાસ્તવિક સ્વરૂપને પ્રકટ કરવા વાળા ભવ્ય એવા આ તત્વાર્થસૂત્રની રચના કરું છું. ૧
બીવાળી અંધ googવાસ ઈત્યાદિ
દીપિકાથ–જેઓ સંસારસાગરથી પાર ઉતરવાના અભિલાષી છે. તેમજ તે માટે અહંત ભગવાન દ્વારા પ્રતિપાદિત તનું જ્ઞાન સંપાદન કરવાની ઈચ્છાવાળા છે. એવા ભવ્ય જનનાં સ્વાધ્યાય માટે સમસ્ત આગના સારને પિતાની સંશોધનાત્મક પ્રજ્ઞાથી યથાશક્તિ સંગ્રહ કરીને, પ્રાકૃતભાષામાં નવ અધ્યાયમાં મેં તત્વાર્થસૂત્રની રચના કરી છે. આ રચના પિતાની બુદ્ધિથી તેની નવીન કલ્પના કરીને નહીં પરંતુ કયાંક ક્યાંક આગમન શબ્દશઃ સંગ્રહ કરીને અને કયાંય ક્યાંક આગમના અર્થને સંક્ષિપ્ત કરીને કરેલ છે. કયાંક કયાંક આગમાં વિસ્તૃત રૂપથી પ્રતિપાદિત કરેલ વિષયનું સુભગરૂપથી વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે જેનાગના સમન્વયરૂપ આ તત્વાર્થસૂત્ર નામના ગ્રંથનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ તત્વાર્થસૂત્ર નામના ગ્રન્થને આશય સ્પષ્ટ કરવા માટે શાને અનુકૂળ મારી બુદ્ધિ અનુસાર તત્ત્વાર્થદીપિકા નામની ટીકાની રચના કરું છું
પ્રથમ ઉત્તરાધ્યયન–એવં સ્થાનાંગસૂત્ર અનુસાર પ્રાકૃતગ્રસ્થમાં કહેવામાં આવનારા નવ તને ઉલ્લેખ કરીએ છીએ –
(૧) જીવ (૨) અજીવ (૩) બન્ધ (૪) પુન્ય (૫) પાપ (૬) આશ્રવ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મેક્ષ આ નવ તત્વ છે.
(૧) જીવ ઉપગ લક્ષણ ચૈતન્ય સ્વભાવ બેધસ્વરૂપ એવં જ્ઞાનમય છે. જેવી રીતે દીવાને પ્રકાશ નાની જગ્યામાં પણ સમાઈ જાય છે અને વિસ્તૃત ક્ષેત્રમાં પણ ફેલાઈ જાય છે એવી જ રીતે જીવ જ્યારે કીડીના પર્યાયમાં ઉત્પન્ન થાય છે તે તેના નાનકડા શરીરમાં સમાઈ જાય છે. અને હાથીરૂપે જે પેદા થાય છે તે મેટરૂપે થઈ તે મુજબ શરીરને વ્યાપ્ત થઈને રહે છે. આવા ત્રસ અને સ્થાવર વગેરે પ્રાણુને જીવ કહેવામાં આવે છે.
(૨) ચેતના રહિત, અજ્ઞાન સ્વરૂપ (જ્ઞાનશૂન્ય) ધર્માસ્તિકાય વગેરે અજીવતત્ત્વ છે.
(૩) લાખ તથા લાકડા જેવા અથવા દૂધ અને પાણી જેવા જીવ તથા કર્મપુગેનું એકાકાર થઈ જવું યાની કામણ વર્ગણ ના પુદ્ગલેના આદાનને બંધ કહેવાય છે.