________________
ગુજરાતી અનુવાદ
જીના છ ભાવનું કથન સૂ. ૧૪ છે. જેવી રીતે કુવા અગર તળાવનાં પાણીમાં કચરાલું થોડું થોડું ઓછું થવું અગર ન થવું તે લાપશમિક ભાવ છે. જે ભાવ સ્વતઃ રહે છે કર્મના ઉદય વગેરેની અપેક્ષા રાખતા નથી તે પરિણામિક ભાવ છે.
આ રીતે કર્મના ફળ-વિપાકના પ્રગટ થવા રૂપ ઉદયથી જન્મનાર ભાવ ઔદયિક છે. રખ્યાથી ઢંકાયેલ અગ્નિની જેમ કર્મની અનુત્પાદ અવસ્થાને ઉપશમ કહે છે. ઉપશમથી ઉત્પન્ન ભાવ ઔપશમિક કહેવાય છે.
કર્મના ક્ષયથી નિષ્પન્ન થવાવાળે ભાવ ક્ષાયિક છે. કર્મના ક્ષય અને ઉપશમથી થવાવાળે ભાવ મિશ્રભાવ કહેવાય છે. જે ભાવ કઈ કર્મના ઉદય, ઉપશમ, ક્ષય અગર ક્ષપશમથી નહી પરંતુ સ્વભાવથી જ થાય છે તે પરિણામિક ભાવ છે અને ઔદયિક વગેરે ભાવના સમ્મિલનથી ઉત્પન્ન થવાવાળો ભાવ સાન્નિપાતિક ભાવ કહેવાય છે.
આમાં ઔદયિક વગેરે પાંચ ભાવ કર્મનિ અપેક્ષાથી થાય છે. આથી તેઓ નૈમિત્તિક છે. પરંતુ પરિણામિક ભાવ કર્મના ઉદય વગેરેથી થતા નથી આથી તેઓ સ્વાભાવિક કહેવાય છે. આ છ પ્રકારના ભાવ યથાયોગ્ય ભવ્ય અથવા અભવ્ય જીવના સ્વરૂપ છે. મિથ્યાદષ્ટિ અને અભવ્ય જીને ઔપશમિક તથા ક્ષાયિક ભાવની પ્રાપ્તિ કદાપી થતી નથી. આ બંને ભવ્ય "જીવને જ થાય છે. પરિણામિક ભાવ બંને પ્રકારના જીવને થાય છે.
સાન્નિપાતિક ભાવ એક સાથે એક જીવમાં પ્રાપ્ત થાય છે. ઔપશમિક આદિ ભાવમાંથી બે કે ત્રણ વગેરેના સગથી ઉત્પન્ન થાય છે. મિશ્રભાવમાં તેને અન્તર્ભાવ થઈ શકે છે. તેમ છતાં આગમસાબીતિને કારણે તેને જુદુ ગ્રહણ કરવામાં આવેલ છે અને દયિક વગેરે સાન્નિપાતિકને મિશ્રમાં અન્તભાવ થતે પણ નથી સૂ૦ ૧૪
તત્વાર્થનિર્યુકિત–પ્રથમ ઈનાં સંસારી તથા મુક્તના ભેદ બતાવી તથા તેમના અવાન્તર ભેદોનું પ્રતિપાદન કરીને વિશદ નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે તે જીના સ્વરૂપ ભૂત ઔદયિક વિગેરે છ ભાવની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ ચેતના લક્ષણવાળા જીવન છ ભાવ કહેવામાં આવ્યા છે. જેમકે (૧) ઔદયિક (૨) ઔપથમિક (૩) ક્ષાયિક (4) મિશ્ર (૫) પરિણામિક (૬) અને સાન્નિપાતિક.
કઈ પદાર્થને ગ્રહણ કરવાના વ્યાપારરૂપ લક્ષણવાળા જીવના જ્ઞાન અને દર્શન બંને પ્રકારના વ્યાપારમાં ચૈતન્યરૂપથી સ્વાભાવિક પરિણામ સરખું જ હોય છે, જ્ઞાન તથા દર્શન ચૈતન્ય કહેવાય છે.
આ જીવનનું સ્વાભાવિક પરિણામ છે એમા જ્ઞાન સાકાર છે જયારે દર્શન નિરાકાર હોય છે.
સ્વાભાવિક ચૈતન્યરૂપ પરિણતિને પ્રાપ્ત કરતે થકે જ્ઞાન દશન રૂપ ઉપયોગ કર્મની. સાથે આત્માના અાગેલક લેખંડના ગેળા) ની જેમ પરસ્પર પ્રદેશબધું હોવા છતાં પણ ભિન્નતાનું જ્ઞાન કરાવે છે તાત્પર્ય એ છે કે આત્મા છે કે કર્મોથી બંધાયેલ છે એક મેક થઈ રહ્યો છે તે પણ પોતાના ચૈતન્ય સ્વભાવથી તેમનાથી જુદા તરીકે ઓળખાય છે અવયવ રૂપ પ્રદેશ જીવાવને પરસ્પર સંયે કદી-કદી દઢ હોય છે અને કદી–કદી શિથિલ હોય છે.