________________
सिद्धान्तलेशसमहः પરિસંખ્યાવિધિ છે. તેમ જ દશપૂર્ણમાસ એ ગૃહમેધીય ઈષ્ટિને માટે પ્રકૃતિ છે તેથી અતિદેશથી જ તેમાં બે આયભાગ નિત્ય પ્રાપ્ત થાય છે માટે ત્યાં આચમા વારિ એ વિધિ તેની પ્રાપ્તિને માટે નથી, તેમ તેને અંગે કોઈ નિયમને માટે નથી: પણ અતિદેશથી આજ્યભાગ પ્રાપ્ત થાય છે તેમ) પ્રયાજ વગેરે પણ પ્રાપ્ત થાય તેથી તેમની નિવૃત્તિને માટે છે. ગૃહમેધીય અધિકરણ (૫. મી સૂ. ૧૦.૭.૯) માં પૂર્વપક્ષની રીતથી આ (પરિસંખ્યા વિધિનું) ઉદાહરણ છે તે ગમે ત્યાં ઉદાહરણ તરીકે આપી શકાય તેથી તેનું ઉદાહ ણ અહીં આપ્યું છે.
| વિવરણ : પરિસંખ્યાવિધિની બાબતમાં બે શકયતાઓ છે—બે શેષના સબંધમાં એક શેષ હોય તે એક દેવીની નિવૃત્તિ આ પરિસ ખ્યાવિધિએ કરવાની હોય છે અથવા એક શેપીના સંબંધમાં બે શેપ હોય તે એક શેરની નિવૃત્તિ કરવાની છે. બન્નેન ઉદાહરણ અહીં આપ્યાં છે. અગ્નિચયન નામનું રથ ડિલ હેય છે જે સમયાગનું અંગ છે. ચયન એ ઈર્થ બનાવવા માં આવેલ જગ્યા છે. સમયાગમાં ઉત્તર વેદીને વધારીને ઈટથી ચયન કરવામાં આવે છે અને તેના પર આહવનીય અગ્નિ સ્થાપીને તેમાં હોમ કરવામાં આવે છે આ ચયન અગ્નિને આધાર હોઈને તેને અનિચયન કહેવામાં આવે છે અને ત્યાં કરવામાં આવતા યજ્ઞવિશેષને પણ અગ્નિ ચયન કહેવામાં આવે છે. મામળન' એ મંત્રમાંથી રાશ પકડવાને અર્થ નીકળે છે જે અશ્વરીનાગ્રહણ તેમ ગભરશનાગ્રહણ બન્નેને સરખી રીતે લાગુ પડી શકે તેથી આ મંત્રરૂપ એક શેષ (અંગ)ને માટે બે શેષી (અશ્વરના ગ્રહણ, ગર્દભરશના ગ્રહણ) નજરે પડે છે. મંત્રનું અર્થપ્રકાશન સામર્થ્ય જેને લિંગ કહેવામાં આવે છે તેન થી જ અશ્વરના રહણ પ્રસગે આ મંત્ર પ્રાપ્ત થાય છે તેથી ..શ્વામિધાનીમાદરો એ વિધિ મંત્રની પ્રાપ્તિ અપૂર્વ રીતે કરાવે છે એવું નથી. વળી મંત્રની નિત્ય પ્રાપ્તિ છે તેથી અપ્રાતાંશની પરિપૂર્તિ પણ કરવાની નથી માટે નિયમવિધિ ય નથી. પણ આ વિધિથી એમ સમજાય છે કે અશ્વશનગ્રહણ વખતે જ આ મંત્રનો ઉપયોગ કરે, ગર્દભરશનાના ગ્રહણ વખતે નહિ. તેથી આ પરિસંખ્યાવિધિ છે.
ચાતુર્માસ્ય નામને યાગ છે જેનું અનુષ્ઠાન ચાર માસમાં થાય છે. તેના ચાર પર્વ છે– વૈશ્વદેવ, વરુણપ્રધાસ, સાકમેધસ્ અને શુનાસીરીય. પ્રથમ પર્વ ફાલ્ગન માસની પૂર્ણિમાએ આવે છે, બીજુ ચાર માસ પછી અષાઢની પૂર્ણિમાએ, ત્રીજુ કાર્તિકની પૂર્ણિમાએ અને ચોથું ફાગુનની શુકલ પ્રતિપદાએ. આ ચાતુર્માસ્ય યાગના સાકમેધ નામના પર્વમાં ગૃહમેય નામની છષ્ટિ હોય છે. આ કમેધ પર્વ બે દિવસમાં પૂરું થાય છે; તેના અનુષ્ઠાનના પ્રથમ દિવસે સાયંકાલમાં “મહષ્ય: વિખ્ય: સત્તા સુરે સાયન એ વાકયથી ગૃહમેધીય ઈષ્ટિ વિહિત છે, જેમાં મત્ દેવતા ગૃહમેધી છે, દૂધમાં પકવેલ ચરુ દ્રવ્ય છે અને ઋષભ દક્ષિપ્યું છે. આ ગૃહમેધીય ઈષ્ટિને માટે દશપૂર્ણ માસ યાગ પ્રકૃતિ છે. અર્થાત દશપૂર્ણ માસ ની જેમ ગૃહમેધીય ઈષ્ટિ કરવાની હોય છે #તિવૃત્તિવૃતિઃ જાવા (પ્રકૃતિની જેમ વિકૃત્તિ કરવ!) એ અતિદેશ વાકયથી જે પ્રકૃતિમાં પ્રયુક્ત થાય છે તે બધું વિકૃતિમાં પ્રયુક્ત થવું જોઈએ. આમ આજ્યભાગ જે પ્રકૃતિયાગમાં પ્રાપ્ત છે તે ગૃહમેધીય વિકૃતિમાં આ અતિદેશથી નિત્ય પ્રાપ્ત થાય છે તેથી તેની પ્રાપ્તિ કરાવવાની નથી. માટે માથાનો થગરિ' એ અપૂર્વવિધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org