Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
નિમિત્તો અજ્ઞાનીને આશ્રવનાં કારણો બને છે. વસ્તુત: વિચારીએ તો આ જગતમાં રાગ-દ્વેષ કરવા લાયક કંઈ જ નથી. જે જે દૃશ્યમાન ભાવો છે, તે સઘળાય અપેક્ષાએ પ્રત્યેક આત્માના ભૂતભાવિ જન્મ જન્મોના જીવનનો ઈતિહાસ છે, એનાં સાક્ષાત્ ચિત્રો છે. અનંતા કાળથી ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં જીવે સંસાર નાટકમાં કયો વેશ નથી ભજવ્યો ? અને મોક્ષ નહિ થાય ત્યાં, સુધી કયો વેશ નહિ ભજવે ? સમ્યગ્દષ્ટિ જ્યાં જ્યાં જે જે જુએ છે, તેને તે પોતાના જીવનના ઈતિહાસરૂપ સમજીને સમગ્ર ભૂતકાળનો સાક્ષાત્કાર કરે છે અને એ રીતે સંસારના સ્વરૂપનું જ્ઞાન મેળવીને સમતાની સાધના કરે છે. એમ કરવું એ જ ઇન્દ્રિયોનો અને મનનો સદુપયોગ છે, તે આત્માનો મૂળ સ્વભાવ હોવાથી ધર્મ છે અને અજ્ઞાત તથા મૂઢતાથી તેમ ન કરી શકાય તે અધર્મ છે.
ધર્મના પ્રકારો-ઉપર જણાવ્યો તે આત્મસ્વભાવરૂપ શુદ્ધ ધર્મ સાધ્ય છે.' પણ ઈચ્છા કે જ્ઞાન માત્રથી તે સિદ્ધ કરી શકાય તેમ નથી. તે માટે જંન્મ જન્મના પ્રયત્નો પણ ઓછા પડે છે. જેમાં આરોગ્યને સમજવા કે ઈચ્છવા માત્રથી તે મળતું નથી, તેને માટે કરવા યોગ્ય સઘળું કરવું પડે છે અને છોડવા યોગ્ય પ્રવૃત્તિઓને, કુપથ્ય વગેરેને, કે તેવી ઈચ્છાઓને પણ છોડવી પડે છે. તેમ આત્મધર્મની સિદ્ધિ માટે અનેક પ્રવૃત્તિઓ કરવી પડે છે અને અનેકનો ત્યાગ પણ કરવો પડે છે. આ પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારને સાધનધર્મ કહેવાય છે. એમ ધર્મના સાધ્યધર્મ અને સાધનધર્મ એવા બે પ્રકારો પડે છે. એને ભાવધર્મ અને દ્રવ્યધર્મ, નિશ્ચયધર્મ અને વ્યવહાર ઘર્મ, એવાં પણ વિવિધ નામો શાસ્ત્રોમાં આપેલાં છે. આરોગ્યનું લક્ષ્ય અને તેના ઉપાયો બન્ને સાથે મળવાથી આરોગ્ય સંભવિત છે, તેમ સાધ્યધર્મના લક્ષ્ય પૂર્વકનો સાધનધર્મ આત્માને જડના અનાદિ આક્રમણથી (કર્મરોગથી) બચાવી શકે છે. માટે જ સાધ્ય ધર્મનું જ્ઞાન અને સાધન ધર્મરૂપે ક્રિયા, બન્નેને મોક્ષનાં સમાન અંગો માન્યાં છે. કહ્યું પણ છે કે “
જ્ઞાપામ્યાં મોક્ષ " અર્થાત્ જ્ઞાન અને ક્રિયા બના સહયગથી મોક્ષ થઈ શકે છે.
આ સાધ્યધર્મ આત્મસ્વભાવ તરીકે એક જ હોવા છતાં આત્માના ભિન્નભિન્ન ગુણો રૂપે તેના જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ, અથવા ક્ષમા-માર્દવ-આર્જવ વગેરે દશ, એમ વિવિધ પ્રકારો પણ કહ્યા છે. તે પ્રકારો પરસ્પર એટલા સાપેક્ષ છે કે એમાનાં એકના પણ અભાવે આત્માનો મોક્ષ થતો નથી. સાંધનધર્મ પણ