Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
કર્મોની મંદતારૂપ પુણ્યના પ્રકર્ષથી તે અજ્ઞાન ટાળવા માટે અને જે જડના આક્રમણથી તે દુઃખી છે તે જડને તેના શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્ધાદિ ધર્મોદ્વારા ઓળખવા માટે તેને જીલ્ડા વગેરે તે તે ઇન્દ્રિયો અને મન પ્રાપ્ત થાય છે. આ ઈન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે, કારણ કે એના દ્વારા માત્ર તે તે પદાર્થોનું અને તેના ધર્મોનું આત્માએ જ્ઞાન કરવું તે જ તેનો સદુપયોગ છે. આવું જ્ઞાન કરવું તે આત્માનું સ્વરૂપ હોવાથી ધર્મ છે. પણ જીવ તેટલેથી અટકતો નથી, જાગ્યા પછી સ્વકલ્પનાનુસાર મનથી શુભ-અશુભ શબ્દાદિ પ્રત્યે રાગ-દ્વેષાદિ કરીને કામ-ક્રોધાદિ પોતાના જ અંતરંગ શત્રુઓને પોષે છે અને નવો કર્મબંધ કરે છે. એ કારણે એવી રાગ-દ્વેષાદિ પરિણતિને અધર્મ કહ્યો છે અને પદાર્થોનું સત્યજ્ઞાન કરીને રાગ-દ્વેષના અભાવ રૂ૫ સમભાવમાં સ્થિર થવું તેને ધર્મ કહ્યો છે.
જ્ઞાની તેને કહેવાય કે જે પોતાના જ્ઞાનથી રાગ-દ્વેષાદિ કરી કરીને કામક્રોધાદિનું પોષણ ન કરે. જ્ઞાનીની દૃષ્ટિ વિશુદ્ધ હોય છે, અજ્ઞાનીની વિપરીત હોય છે. માટે શુદ્ધ દૃષ્ટિવાળાને જ્ઞાની અને વિપરિતદષ્ટિને અજ્ઞાની કહ્યો છે. સમ્યગ્દષ્ટિ જીવ-ઇન્દ્રિઓદ્વારા જે જે વસ્તુનું જ્ઞાન મેળવે છે તે તે દ્વારા સમતાને સાધે છે અને મિથ્યાષ્ટિ ઇન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનથી રાગ-દ્વેષાધિને પોષે છે. જેમ કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ બે મનુષ્યો કોઈ પશુઓની પાશવતા જુએ, તે જોઈને સમ્યગ્દષ્ટિ એમ વિચારશે કે મારો જીવ ચારે ગતિમાં ભમતાં આવા પણ જન્મો અનેકશઃ કરી ચૂક્યો છે, તે વખતે મેં પોતે પણું આવું જ જીવન અનુભવ્યું છે. અહહ ! આ જીવન કેવું અજ્ઞાન ભરેલું હાસ્યાસ્પદ અને દુઃખદાયી છે ? આવાં દુઃખો મારા જીવે કેટલી વાર ભોગવ્યાં હશે ? હવે તો એવું જીવન જીવું કે પુન: આવો જન્મ ન લેવો પડે. જીવને કર્મોની પરાધીનતા કેવું પાગલ જીવન જીવાડે છે ? વગેરે વગેરે સ્વ આત્મદશાને વિચારીને તે પશુઓ ઉપર પણ કરુણાભાવ પ્રગટાવશે. એ જ દશ્ય જોઈને મિથ્યાદષ્ટિ તેના ઉપર તિરસ્કાર વગેરે અયોગ્ય પ્રવૃત્તિ કરશે, અર્થાત્ જે દશ્યને જોઈને જ્ઞાની કર્મોની નિર્જરા કરશે, સંસાર પ્રત્યે વિરાગી બનશે, તે જ દશ્ય અજ્ઞાનીને કર્મબંધનું કારણ અને રાગ-દ્વેષાદિ શત્રુઓનું પોષક બનશે, એમ સર્વત્ર દૃષ્ટિભેદે પરિણતિ ભેદ સંભવિત છે આ કારણે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે “ને માસવા તે પરિવા, ને પરિસવા તે બાવા' અર્થાત્ અજ્ઞાનીનાં આશ્રવનાં નિમિત્તો જ્ઞાનીને નિર્જરાનાં નિમિત્તો બને છે અને જ્ઞાનીનાં નિર્જરાનાં