________________
શ્રી વરતેજ જૈન દેરાસરજી. શ્રી ભાવનગરથી છ માઈલ વરતેજ મુકામે જૈનેના પ્રાચીન ૧૦૮ તીર્થમાં આ દેરાસરજીને સમાવેશ થાય છે. ભાવનગર વસ્યું ન હતું. તે સમયમાં ઘોઘા જતાં યાત્રિકસંઘે આ તિર્થનાં દર્શન કરી આગળ વધતાં. આ રીતે દેરાસરજીના મૂળ નાયક શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિમા ત્રણસો વર્ષથી અધિક પ્રાચીન મનાય છે. જ્યારે હાલનાં ભ૦થે જીનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૨૮ નાં મહા શુદ ૧૩ ( ૯૬ વર્ષ પૂર્વે ) માં થયેલ છે.
ભાવનગરના જશાનાથ મહાદેવ મંદીરના શિ૯પીઓએ આ બે માળના સપ્ત શિખરબંધી જીનાલયનું બાંધ કામ કરેલ છે. આ શિખરની આકર્ષક બાંધણી દરેકનું મન મેહી લે તેવી છે. દેરાસરજીનાં બીજે માળ ચૌમુખજી બિરાજમાન છે. | દેરાસરનું પ્રવેશદ્વાર ભાવનગર દરબારગઢનાં બાંધકામ કરનાર શિ૯પીએાએ કરેલું જાણવા મળે છે. જ્યારે પ્રવેશ
દ્વારથી શરૂ થતા રંગમંડપ જામનગરના કુશળ શિ૯પીનાં હાથે બંધાયેલ છે. દેરાસરજીના આ રંગમંડપના સ્તંભે, તેને જોડતી કમાન તથા તેની કાંગરીઓ અને દેવદેવીઓની કલાત્મક પ્રતિમાઓથી સજજ આ બાંધણીઓની વિશિષ્ટતા એ છે કે તેની દિવાલમાં જુદી જુદી જાતની અનેક ભૂમિતિની ભાતીગળ આકૃતિઓ કંડારેલ છે.
જેના વૈવિધ્યને જેટ આજુબાજુનાં પૌરાણિક બાંધકામમાં કયાંય જોવા મળતા નથી. આ ડીઝાઈનોને કાપડ ઉપર ઉપસાવતા તેને અનેરો ઉઠાવ આપે છે તે લેકેક્તિ નથી પણ બેવહારસિદ્ધ હકીકત છે. આ દેરાસરજીનાં બાંધકામમાં ફકત આર્થિક ભેગજ નહી પણ શકિત ને સમયના ભેદ શેઠશ્રી પરશોત્તમદાસ હેમજીએ આપેલ છે. આ રીતે આ તિર્થમાં ત્રગુસે વર્ષથી અધિક પ્રાચીન પ્રતિમા દ્વિમા ની સત શિખરબધી જીનાલય તથા જીણી કોતરણીવાળું પ્રવેશદ્વાર અને રંગમંડપ પ્રાચીન તિર્થોમાં અજોડ છે. Space donate by Phone : 4362
Gram : PARAS M/s. NARSHIDAS BROS, Esso Agents & General Merchants.
Danapith, BHAVNAGAR.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com