________________
રાજહૃદય ભાગ-૧૩
પત્રાંક-૬૩૯
રાણપુર, આસો સુદ ૨, શુક, ૧૯૫૧ કંઈ પણ, બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા, શ્રવણાદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે.
(પત્રાંક) ૬૩૯ પણ “રાણપુરથી “નવલંચદ ડોસાભાઈ” ઉપરનો લખાયેલો પત્ર છે.
કંઈ પણ, બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા, શ્રવણાદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. આત્માર્થ એટલે આત્માના હિત સંબંધીની ચર્ચા થતી હોય. કોઈ પણ જગ્યાએ આત્માના હિત સંબંધીની ચર્ચા-વિચારણા થતી હોય તો ત્યાં જવા-આવવાનો અને શ્રવણાદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. તો એવી જગ્યાએ જવું. કોઈપણ બે-એક માણસો, બે માણસો, ચાર માણસો એવા હોય કે જે આત્માના લાભનો, આત્માના હિતનો વિચાર કરતા હોય, વિચારણા કરતા હોય, ચર્ચા કરતા હોય તો એવાની સાથે હળવાભળવાનો પ્રસંગ રાખવો તે ઉચિત છે. એટલું કહેવું છે. કરવા યોગ્ય છે.”
ગમે તો જૈન સિવાય.” હવે જુઓ ! એની મર્યાદા ક્યાં સુધી રાખી ! સંપ્રદાય પૂરતી નહિ. આ તો તમે તમારા વર્તુળથી બહાર જાવ તો કહે અહીંયાં ગયા. અરે! ગમે તો જન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય.” ભલે કોઈ બીજા દર્શનના સિદ્ધાંતથી એ વાત ચર્ચતા હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. એનો વિચાર કરવો. એની યથાર્થતાનો, અયથાર્થતાનો, યોગ્યતાનો, અયોગ્યતાનો એમાં પરમાર્થ શું છે ? નથી તો કેવી રીતે ? છે તો કઈ રીતે લાગુ પડે છે ? એ બધો વિચાર કરવા યોગ્ય છે.
જુઓ ! ખુલ્લા મનથી, ખુલ્લા અભિપ્રાયથી લખે છે ! અથવા અભિપ્રાયની વિશાળતા કેટલી છે ! સંબંધ આત્માના હિત-અહિત સાથે છે. સીધી વાત આ છે. આ મુદ્દાને કેન્દ્રમાં રાખીને ગમે તે ચર્ચા ચાલતી હોય તો એની સાથે પ્રતિબંધ શું છે ? એની સાથે કોઈ પ્રતિબંધ રાખવા યોગ્ય નથી.
મુમુક્ષુ :- કુસંગ કહેવાય છે? જ્યાં.. પૂજ્ય ભાઈશ્રી :- જ્યાં આત્માના હિતની વાત થતી હોય ત્યાં કુસંગ લાગુ