________________
૨
રાજહૃદય ભાગ-૧૩
તા. ૧૩-૩-૧૯૯૧, પત્રાંક – ૬૩૮ થી ૬૪૨ પ્રવચન નં. ૨૮૮
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત. પત્ર-૬૩૮, પાનું-૪૮૪. ધારશીભાઈ કુશળચંદ, મોરબી’ ઉપર લખેલો પત્ર છે. પત્ર ‘રાણપુર’ અને બોટાદ’ વચ્ચે ‘રાણપુ૨’ની નજીકમાં ‘હડમતિયા’ કરીને ગામ છે. અત્યારે ‘હડમતાળા’ કહેવાય છે. નાનું ગામડું છે. ત્યાંથી લખેલો છે. ત્યાં એ કોઈ મુમુક્ષુનો ખ્યાલ નથી આવતો. ‘બોટાદ’થી ‘મણિભાઈ’ પણ ત્યાં ગયેલા. બીજા મુમુક્ષો પણ ત્યાં ગયેલા. એ અધ્યાત્મ ‘રાજચંદ્ર’માં ‘ડૉ. મનસુખભાઈ'એ એ બાબતમાં થોડો ઇતિહાસ આપ્યો છે. જેમ કોઈ નિવૃત્તિ ક્ષેત્રે જાય એમ કોઈ નાના ગામડામાં ગયેલા છે. ગાડા ૨સ્તે જવાય છે. ‘રાણપુર'થી ગાડા રસ્તે બે-એક માઈલ જેટલું છેટું છે. બે માઈલ નહિ પણ બે ગાઉ એટલે ચાર માઈલ જેવું થયું.
મુમુક્ષુ :– પહેલા એકવાર ‘હડમતિયા’ ગયા હતા.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ આ વખતે કે ગયે વખત ગયેલા. એ કાંઈ ખ્યાલ નથી આવતો. કદાચ એક વખત ગયા હોય અને આ વખતે જાય. એમ પણ હોય શકે. કોઈ મુમુક્ષુનું ઘર હોવું જોઈએ. કોણ છે એ કાંઈ ખ્યાલમાં નથી આવતું. ફરીને ૨૮મા વર્ષમાં જોવું હોય તો જોવું કોને ત્યાં ગયા હતા, કેવી રીતે. ૨૮મા ભાદરવામાં ગયેલા છે.
...
બે પત્ર મળ્યાં હતાં. ગઈ કાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે. છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યાં હતાં તે પત્ર ક્યાંક ગત થયું જણાય છે.’ ગત એટલે કાંઈ આડુંઅવળું મૂકાઈ ગયું છે. હાથ ઉ૫૨ નથી. ‘સંક્ષેપમાં ઉત્ત૨ નીચે લખ્યાથી વિચારશો :–' આ પત્ર પણ ફાટેલો જ મળ્યો છે. એટલે એક Paragraph એની અંદર આવ્યો છે.
ધર્મ, અધર્મ દ્રવ્ય સ્વભાવપરિણામી હોવાથી અક્રિય કહ્યા છે.’ અક્રિય કહ્યા છે એટલે શું ? કે જેને ગતિ નથી, ક્ષેત્રાંતર નથી અને જેમાં વિકૃતિ નથી. એટલે સ્વભાવપરિણામી કહ્યા હોવાથી, શુદ્ધપરિણામી કહ્યા હોવાથી એને અક્રિય કહ્યા છે.