________________
પ્રોધ ચિંતામણિ પશુ તુલ્ય બાળજી જે શૃંગારાદિ આઠ રસનું સેવન કરે છે તે રસો, વિદ્વાન પુરૂષેથી પણ દુઃખે પામી શકાય એવા શાંતરસની સાથે શું સ્પર્ધા કરી શકશે? અર્થાત નહીં જ કરી શકે. બીજા સર્વ રસને વારંવાર સેવવાથી તેનું પરિણામ વિરસ (ખરાબ) આવે છે ત્યારે શાંતરસનું અત્યંત સેવન કરવાથી તે મોક્ષ પયત સુખનેજ આપે છે. આ શાંતરસ રસેંદ્ર છે એ સત્ય છે, કારણ કે તે શાંતરસ (જેમ પારાને તે તે તેના રસની ભાવના આપવાથી તે અગ્નિથી ઉડી ન થતાં તેની ભસ્મથી સુવર્ણ સિદ્ધિ થાય છે તેમ) તે તે જાતના ઉત્તમ વિચારોવડે ભાવિત કરવાથી કષાય રૂપી અગ્નિથી ન ઉડતાં મેક્ષસિદ્ધિનું કારણ થાય છે. બાહ્યદષ્ટિનો ત્યાગ કરીને પોતાના આત્માવડે પોતાને ભાવિત (વાસિત) કરતાં ઉદ્યમવાન પંડિતે અનુક્રમે શાંતાવસ્થાને પ્રાપ્ત થાય છે. વન, શવ, મંદિરાદિ જે બાહ્યવસ્તુઓ દેખાય છે તે વસ્તુઓના સ્વરૂપનું અંતરંગમાં ધ્યાન કરે છે તે તાત્વિક (તરવજ્ઞાન) કહેવાય છે. જે
વસ્તુઓ બાહ્ય દેખવામાં આવે છે તે તે વસ્તુઓનાં દ્રવ્ય, ગુણ ને પર્યાય તથા ઉત્પાદ, સ્થિતિને વ્યય વિગેરેને જે મનુષ્ય એકાગ્રતા પૂર્વક વિચાર કરે છે તથા હેય, રેય અને ઉપાદેય એવી વસ્તુઓને કેમે કરી ત્યાગ કરે છે જાણે છે અને આદરે છે તે તત્ત્વજ્ઞાની કહેવાય છે. કષાયથી મલીન આત્મા જ્યાં સુધી અનેક પ્રકારની ઈચ્છાને આધીન રહ્યા કરે છે ત્યાં સુધી અધ્યાત્મ પ્રાપ્તિની વાર્તા (ઈચ્છા) કરવી તે પણ નપુંસક પુરૂષથી પુત્રપ્તત્તિ ઈચ્છવાની માફક સદહવા લાયક નથી. વિવેકસુભટના આશ્રયથી દંભાદિ સુભટોને નાશ કરીને જે મોહરાજાને જીતવાની ઈચ્છા રાખે છે તે વિદ્વાનોમાં અગ્રેસર છે.