________________
પ્રબંધ ચિંતામણિ
- અહીં જેમ શિયાળા અને ઉનાળામાં બહુ વિ દેખતાં નથી, પણ ઉત્તમ વૃષ્ટિ થવી તેમાં બહુ વિનો દેખાય છે, તેવી જ રીતે બીજા (આઠ) રસ પામવામાં વિત આવતું નથી પણ શાંત રસ પામવામાં ઘણું વિદનો. આવે છે. આ
જેમાંથી અગ્નિ નીકળી શકે તેવા પથ્થરે પ્રબે ઘણા મળી શકે છે, પણ જેમાંથી ચંદ્રની માફક શી«ળતા નીકળે તેવા પથ્થરે મળવા પ્રાયે દુર્લભ છે. તેમ કષાયથી ભરપૂર એવા આ લેકમાં શાંત વૃત્તિવાળા (મહત્માઓ) ઘેડાજ મળી આવે છે. મહેનત કર્યા શિવાય નીવાર (તૃણ ધાન્ય) પોતાની મેળે ઉગે છે, ત્યારે કમેદની પાછળ ઘણું મહેંનત કર્યા છતાં પણ તેને પાક ઉતારવામાં સંશય રહ્યા કરે છે; આજ દwત અન્યરસમાં અને શાંતરસમાં લાગુ પડે છે. કારણકે કાંઈ પણ મહેનત કર્યા શિવાય બીજા સે સ્વાભાવિક મળી આવે છે ત્યારે શાંતરસની પાછળ મહેનત કર્યા છતાં પણ તે સિદ્ધ થવામાં સંશય રહે છે. આ લેકમાં બાહ્યદષ્ટિવાળાઓ (સામાન્ય મનુષ્ય) પણ શગારાદિ રસનું તે સેવન કરે છે પણ શાંતરસ રૂપ અમૃતને ઝરો તે કુળવાન પુરૂષને પણ દુર્લભ છે. અનાદિ ભવના અભ્યાસથી
* શિયાળે અને ઉનાળો એ બે ઋતુ નિયમાનુસાર આવ્યા કરે છે તેમાં પ્રાયે વિન સંભવતું નથી. પણ બરાબર વરસાદ થા તેમાં અનેક વિદને આવ્યાં કરે છે, તેવી જ રીતે શાંતરસને મૂકીને બીજા શૃંગારાદિ રસમાં પ્રાયે વિધન જણાતું નથી. પણ શાસ પામવામાં તે પગલે પગલે વિ જણાય છે.