Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SSS SSS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
ની દિ એવા અરિહંત દેવ સર્વજીવોના સંશયને હરનારા છે. જગતના સર્વ જીવોના રક્ષણહાર રે
ન છે. વળી જે પંચમ સ્થાન એટલે મોક્ષને પામ્યા છે. એવા અનેક અરિહંતો થયા છે. (૭) કરી આગામીકાળ થવાના છે. જે અનંત ગુણ સમુદાયના ધારક છે. વર્તમાન ઋષભાદિક 6 ચોવીશ તીર્થકર મુક્તિગામી છે. (૮) કે હે રાજેશ્વર ! અરિહંત પરમાત્માની પ્રતિમાને પૂજતાં મનવાંછિત લીલા પ્રાપ્ત થાય છે. કરી મનના મનોરથ ફળીભૂત થાય છે અને આપણું દિલ પણ પાવન બને છે. (૯)
જે જીવ જિનવરને પૂજે છે. તે નીચ ગતિમાં ક્યારેય જતો નથી, તે તો ઉર્ધ્વગતિમાં જ E જાય છે. પૂજા ઉર્ધ્વગતિમાં લઈ જવાનો માર્ગ છે. (૧૦)
વળી પૂજા એ નરકના દ્વાર બંધ કરવાની ઉત્તમ અર્ગલા છે. જે જીવ મન-વચ-કાયાના | ત્રિવિયોગે પૂજા કરે છે. તે સાંસારિક સુખ સંપૂર્ણપણે પામે છે. (૧૧)
ત્રણ ભુવનમાં જે મહા કંટકી અને મહા પાતકી તરીકે પ્રખ્યાત થયેલો છે. એવા રાજા રાવણે પણ જિનપૂજાથી તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું છે. (૧૨) ની વિવેચનઃ અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયેલ રાવણ અને મંદોદરી અષ્ટપ્રકારી પૂજા
કર્યા બાદ ભાવપૂજા કરતા, મંદોદરી નૃત્ય પૂજા કરી રહી છે. ત્યારે રાવણ વીણા વગાડી રહ્યો છે. વીણા વગાડતા વીણાનો તાર તૂટી ગયો. તેથી નૃત્ય કરતી મંદોદરી બેધ્યાન ન Tી થઈ જાય તે માટે પોતાની જાંઘની નસ ખેંચી લઈ વીણામાં જોઈન્ટ કરી દીધી. આમ અરિહંત પરમાત્માની પૂજા કરતા રાવણે તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું.
તેમજ હે રાજન્ ! “રાયપશ્રેણી' સૂત્રમાં કહ્યું છે કે “સૂર્યાભદેવે સત્તર પ્રકારે ભાવથી | અરિહંત પરમાત્માની પૂજા કરી. (૧૩)
દ્રૌપદીએ પણ મનના ઉલ્લાસથી શ્રી જિનેશ્વરની પૂજા કરી. હે ભવ્યજીવો ! આ દિની વાતમાં તમને સંદેહ હોય તો ‘જ્ઞાતાધર્મક્યાંગ” નામના આગમને વાંચો; વાંચીને આચરણમાં મૂકો. (૧૪)
આ રીતે હે હરિચંદ્રરાજા ! અરિહંત પમાત્માની પૂજા કરવાથી અનેક ભવ્યાત્મા “મુક્તિવાસ'ને પામ્યા છે તે માટે હે રાજન્ ! તમે પણ અર્ચાનો અભ્યાસ (પૂજા વિધિ) | કરવા માંડો. (૧૫)
उक्तं च :- श्री शत्रुञ्जयमहात्म्य पञ्चमपर्वे શ્રી શત્રુંજય મહાત્મના પાંચમા પર્વમાં કહ્યું છે કે