________________
E -
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . .. ઢાળ પંચાવનમી
| દોહા કુસુમકુમર હવે અનુક્રમે યૌવન પામ્યો જામ; રાજાએ નિજ રાજ્ય તવ, તેહને આપ્યું તા. ૧ શ્રાવકપણું નૃપ આદરી, પાળીને પરમાય; સૌધર્મે સુર તે થયો, જિન નૈવેધ પસાય. ૨ જય જય કરી દેવાંગના, આવી પૂછે તામ; પામ્યા કુણ પુણ્ય કરી, સ્વામી ! તમે સુરઠામ. ૩ દેખી દેવની સંપદા, અમરીની સુણી વાણ; પૂરવભવ પ્રેમે કરી, અવલોકે નિજ નાણ. ૪ દીઠો અવધિ પ્રયુંજતા, હળી ભવનો અધિકાર; નૈવેધ પૂજા પસાથી, પાખ્યો સુર અવતાર. ૫ ઈમ જાણી ઉલટ ભરે, જિન પૂજે નિત્યમેવ;
મન ઈચ્છિત સુખ ભોગવે, દેવલોકે તે દેવ. ૬ ભાવાર્થ : ક્ષેમપુરીના પૃથ્વીપતિ હળધર રાજાએ હવે પોતાનો રાજકુમાર યૌવન- નિ વયનો થયો છે જાણી તેમજ રાજભારને વહન કરવામાં યોગ્ય જાણી પોતાનું રાજ્ય | કુસુમકુમારને આપ્યું. (૧)
ત્યારબાદ હળધરરાજા પોતે સમ્યકત્વ મૂલાદિ દ્વાદશવ્રત, ચૌદ નિયમાદિ યુક્ત ગૃહસ્થ E ધર્મ યાને શ્રાવક ધર્મ અંગીકાર કરે છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવી અનુક્રમે આય ક્ષયે દિન ની પરમાત્માની નૈવેદ્યપૂજા કરવા દ્વારા તે પૂજાના પુણ્ય પ્રભાવે સૌધર્મદેવલોકે દેવ થાય છે. (૨) .
- સૌધર્મદેવલોકે ઉત્પન્ન થતાંની સાથે જ સૌધર્મ દેવલોકવાસી દેવાંગનાઓ હાજર થઈ વિ જાય છે અને પોતાના સ્વામી બનેલા એવા તે દેવને જય જય શબ્દથી વધારે છે. ત્યારબાદ રિ 6 તે દેવાંગનાઓ પોતાના સ્વામીને પૂછે છે કે તે સ્વામીનું ! પૂર્વે તમે એવું કયું પુણ્ય ઉપાર્જન | કર્યું કે જેથી કરીને તમે અહિં આ દેવલોકને વિષે જન્મ પામ્યા ? (૩)
એ પ્રમાણેની દેવાંગનાની દિવ્યવાણી સાંભળીને સૌધર્મ દેવલોકને વિષે ઉત્પન્ન થયેલ ન હળધર રાજાના જીવે સૂરલોકની દિવ્ય સંપત્તિ જોઈને અને પૂર્વભવના સ્નેહે કરી પોતાના
અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જોવા લાગ્યા. (૪)