Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
જેમને પ્રાણીમાત્ર પર રાગ પણ નથી અને દ્વેષ પણ નથી એવા વીતરાગ પરમાત્મા ફરમાવી રહ્યા છે કે – મોહની એટલેકે એક બીજા પ્રત્યે થયેલ સ્નેહ મીટાડવાથી મટી શકતો નથી, જે જીવને જે જીવ પ્રત્યે રાગ હોય છે તે જીવ તે તે જીવની સાથે સ્નેહ સંબંધથી જોડાય છે. (૧૫)
તે ન્યાયે હાલિકમાંથી બનેલ હળધર રાજાને સહાય કરનાર દેવ પૂર્વભવના સ્નેહ સંબંધથી બંધાયેલો આ ભવમાં વિષ્ણુશ્રીની કુક્ષીએ ચવ્યો અને અનુક્રમે ગર્ભકાલ પૂર્ણ થતાં વિષ્ણુશ્રીએ પુત્રપણે તેને જન્મ આપ્યો અને તે બાળકનું કુસુમકુમાર એવું ઉચિત નામ આપ્યું. અનુક્રમે જેમ બીજનો ચંદ્ર વૃદ્ધિ પામે છે તેમ મનોહર એવો કુસુમકુમાર દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. (૧૬)
તે કુસુમકુમા૨ પૂરવભવના સ્નેહને કારણે એટલે કે હાલિકને અને તે દેવને પૂર્વભવનો ઘનિષ્ઠ સ્નેહ હોવાથી આ ભવમાં તે જ દેવ પુત્રપણે થયો હોવાથી હળધર રાજાને તે પુત્ર અત્યંત વ્હાલો છે. પોતાના પ્રાણ સમાન અર્થાત્ પોતાના પ્રાણથી અધિક વ્હાલો લાગે છે અને તેનું યત્નપૂર્વક પાલન કરે છે. (૧૭)
વિવિધ પ્રકારના નાટારંભ થતે છતે, અને પુત્રાદિક પરિવાર પ્રત્યે હંમેશા અત્યંત નવો નવો સ્નેહ ધારણ કરતો હળધર રાજા પુત્રાદિ રાજ્ય પરિવાર સાથે પૃથ્વીતલ પર વિચરી રહ્યો છે. (૧૮)
અનેક રાજાઓ ડેલીને વિષે ઉભા રહીને કરજોડીને વિનતી કરે છે અને કહી રહ્યા છે હળધર રાજાની હોડ કરી શકે તેવો કોઈ રાજા તે સમયે ન હતો અર્થાત્ તે રાજાની તોલે બીજો કોઈ રાજા આવી શકતો નથી. (૧૯)
તેમજ જગતમાં તેના સમાન એટલે હળધર રાજા સમાન શક્તિમાન એવા કોઈ રાજા નથી તેથી શક્તિથી દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો અને તલવારના તાપથી શત્રુગણને હરાવતો તે હળધર રાજા ક્ષેમપુરી અને ધન્યપુરી નગરીનું રાજ્ય પ્રીતિપૂર્વક કરી રહ્યો છે. (૨૦)
વળી પોતાના ભુજાબલથી પૃથ્વીને ભોગવતો અનેક પ્રકારે ધર્મના કાર્યને કરતો ભાવપૂર્વક વીતરાગ પરમાત્માની ભક્તિ કરતો હળધ૨૨ાજા ગુણનો ભંડારી એવો તે રાજ્યભારને વહન કરે છે. (૨૧)
એ પ્રમાણે હૈયાના ઉમળકાપૂર્વક ચોપનમી ઢાળ કવિ ઉદયરત્નવિજયજી મહારાજે કહી તે ફ૨માવી રહ્યા છે જિનપૂજા સઘળી આપદાઓને, સઘળા સંકટોને દૂર કરે છે તો ઉલ્લાસપૂર્વક હે ભવ્યજનો ! તમે વીતરાગ પરમાત્માની પૂજા કરો. (૨૨)
ઈતિ ઢાળ ૫૪મી સમાપ્ત ૨૯૬ લોક