Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
HTAT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ એ પ્રમાણે પ્રયાણ કરતા ફળસારકુમાર અનુક્રમે પોતાની નગરીને વિષે આવી પહોંચ્યા છે * અને હવે મનની અનેક અભિલાષા સાથે પોતાની પ્રિયતમા ચંદ્રલેખા સાથે પાંચ ઈન્દ્રિય જન્ય પંચવિષય સુખ ભોગવે છે. (૫)
વિવેચન : પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયો છે. સ્પર્શેન્દ્રિયના ૮ વિષય, રસનેન્દ્રિયના ૫, ધ્રાણેન્દ્રિયના ૨, ચક્ષુરિન્દ્રિયના ૫, શ્રોતેન્દ્રિયના ૩, કુલ ૨૩ સ્પર્શન = ચામડી તેનાં સુખમાં આત્મા લીન બને છે – તેને સુખ ઉપજે તેવો સ્પર્શ ગમે છે. ખરાબ સ્પર્શ ગમતો નથી, જે આત્માને દુઃખ ઉપજાવે છે. શિયાળે આપણે શરીરને ગરમ કપડાં ઓઢાડીએ જ
છીએ. તો ઉનાળે ઠંડા, મુલાયમ, ઝીણા અને ચોમાસે મધ્યમ વસ્ત્રો. આમ સુખકારક સ્પર્શમાં | - લીન બને છે. રસન્ = જીભ, હાડકાં વિનાની લૂલી એવી જીલ્લા પાંચ પ્રકારના સ્વાદમાંથી | પોતાને મનગમતા રસોને મેળવે છે. ખાવામાં પેટ તો કહે છે જે આપો તે ચાલશે. ફક્ત 6 ખાડો પૂરો પણ જીભડી જે તે વસ્તુને પ્રવેશવા જ દેતી નથી. તેમાં આત્મા લીન બને છે અને દુર્ગતિને આમંત્રણ આપે છે.
ઘાણ સુંઘવું. સારા સુગંધી પદાર્થો જોઈને આનંદ થાય છે અને દુર્ગધી પદાર્થો જોતાં ની જ નાકે ડુચા દેવાઈ જાય છે. પણ આત્માને ક્યાં ખબર છે કે તે વખતે દુર્ગચ્છા મોહનીય કર્મ બંધાઈ જાય છે. એ તો જ્યાં સુખ દેખે ત્યાં દોટ મૂકે છે.
ચક્ષુ : આંખને જોવું બહુ ગમે છે. પાંચ પ્રકારના રંગો છે. તેને જોવા બહુ ગમે છે. પણ તે તેમાંય આંખને અણગમતો પદાર્થ આવી જાય તો મોટું બગડી જાય છે.
કર્ણ સાંભળવું. કાનને સાંભળવું બહુ ગમે છે. ૩ પ્રકારે અવાજ હોય છે. સચિત્ત - મિ અચિત્ત - અને મિશ્ર. આ ત્રણેય પ્રકારના અવાજમાંથી કાનને પ્રિય લાગે તે કાન સાંભળે ન | છે. અપ્રિય અવાજમાં કાન આડા હાથ આવી જાય છે. જેમ કોયલનો ટહુકાર બધાંને પ્રિય લાગે છે ત્યારે કાગડાનો કા. કા. કા. અવાજ અપ્રિય લાગતા તેને પથરો મારી ઉડાડવાનું મન થાય છે. આ દેહધારી જીવને સીનેમાના ગીતો, ટી.વી, રેડિયો, ખરાબ કેસેટો સાંભળવી બહુ ગમે છે. કોઈની નિંદા સાંભળવી પણ બહુ ગમે છે. પણ પ્રભુના ગુણો કે કોઈ માનવના ગુણોની પ્રશંસા આપણા કાન સાંભળી શકતાં નથી. તેથી જ્ઞાની કહે છે આપણા કાનને | પ્રભુગુણ – કીર્તન - ભજન તથા પરના ગુણો રૂપી સુવાસને સાંભળવા દ્વારા ફુલદાની | સ્વરૂપ બનાવો પણ બીજાની નિંદા - કુથલી કે સીનેમાના ગીતો સાંભળવા દ્વારા | મ્યુનિસિપાલિટીનો કચરાપેટીનો ડબ્બો ન બનાવો.
ઉપરોક્ત પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયોમાં જે આસક્ત રહે છે, તે દુર્ગતિને આમંત્રણ આપે છે. જો એક ઈન્દ્રિયજન્ય સુખમાં આસક્ત જીવ પણ પોતાના પ્રાણ જોખમી બનાવે છે