Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
STATISTICS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ - 2 O 3
ઢાળ તોતેરમી
I દોહા-સોરઠી II સંયમ પાળે સમાધિ, વિહાર કરતા વેલી; સુરપ્રિય નામે સાધ, સુસુમાપુરે આવ્યો સહી. ૧ ઉભો પુર ઉધાન, શિલાપટ ઉપર સાધુ તે; ધરી મન નિશ્ચલ ધ્યાન, કાઉસગ્ગ મુદ્રાએ કરી. ૨ ચંદ નૃપે હવે ચાહ, રંગે તે ર૩ણાવલી; આપી છે ઉછાંહ, પટ્ટરાણીને પ્રેમશુ. ૩ ઈણ અવસરે ઉમંગ, કામિની મન કારણે; રયણાવળી તે રંગ, નેહેશું નેવે ધરી. ૪ નાહે જબ લેઈ નીર, તેણે અવસર તે શ્વેન તિહાં; મનમાંહી ધરી ધીર, આમિષ જાણી ઉતર્યો. પ રાતો દેખી રંગ, તે જે તે ભૂલ્યો સહી; ચંચુપટમાં ચંગ, ગ્રહી રત્નાવલી ગેલશું. ૬ ઉડડ્યો તે આકાશ, માળા મુખમાંથી ગ્રહી;
આમિષ લહી ઉલ્લાસ, ઓલાપક આણંદીયો. ૭ ભાવાર્થ ? ત્યારબાદ સુરપ્રિય સાધુ સમતાપૂર્વક શુદ્ધ સંયમ પાળતાં વિહાર કરતા સુસુમાપુર નગરમાં પધાર્યા. (૧)
અને તે નગરીના ઉદ્યાનમાં (વનખંડમાં) પૃથ્વીતલ પર પોતાના મનને સ્થિર કરી એક દિન ધ્યાનથી કાઉસ્સગ્ગ મુદ્રાથી ધ્યાન કરવા લાગ્યાં. (૨)
આ તરફ સુરપ્રિયે ચંદ્રનરેશ્વરને જે રત્નાવલી આપી હતી તે ચંદ્રરાજાને ગમતી હતી $ મિ છતાં ઈચ્છાપૂર્વક પોતાની “તારા નામની પટ્ટરાણીને પ્રેમપૂર્વક ઉત્સાહથી આપી. (૩)
| તે સમયે હર્ષપૂર્વક ચંદ્રરાજાની પત્નિ ‘તારારાણી' સ્નાન કરવા માટે તૈયારી કરી રહી . kiી છે અને સ્નેહપૂર્વક તે રત્નમાલા કાઢીને ખીંટી ઉપર એક બાજુ મૂકી. (૪)
અને જ્યારે પાણી લઈને સ્નાન કરવા માંડ્યું ત્યારે એક બાજપક્ષી ત્યાં ફરતો હતો કે, 3 અને આ રત્નમાલા તેના જોવામાં આવી તે જોઈને મનમાં ધીરજ ધારણ કરી, માંસ છે એમ ૬