Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text ________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
શ્રી વિજયચંદ્ર મુનિવરે તે બંનેને દીક્ષા આપી દીક્ષિત રાણીઓને તે સમયે સાધ્વીજીને સોંપી અને પ્રેમપૂર્વક નિર્મળભાવે નિરતિચાર ચારિત્રને (સંયમ) પાળે છે. (૪)
ત્યારબાદ હરિચંદ્ર રાજા સ્નેહપૂર્વક બે હાથ જોડીને કેવલી ભગવંતને કહેવા લાગ્યા કે આજથી હું હંમેશા અષ્ટપ્રકારી પૂજા કરીશ. (૫)
૫રમાત્માની પૂજા કર્યા વગર મારે ભોજન કરવું નહિ તેવો હું અભિગ્રહ ધારણ કરું છું. એ પ્રમાણે સંપૂર્ણ પ્રેમપૂર્વક જિનપૂજાનો કડક નિયમ કર્યો. (૬)
અને મુનિવરને વંદન કરી હવે હરિચંદ્ર રાજા પોતાના મહેલે પાછો ફર્યો અને સ્નેહપૂર્વક પોતાના નિશ્ચલ મનથી હંમેશા પરમાત્માની પૂજા કરવા લાગ્યો. (૭)
એ પ્રમાણે હરિચંદ્ર રાજવીને ઉપદેશીને વિજયચંદ્ર કેવલીએ પણ તે સમયે સાધુ પિ૨વા૨ સહિત ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. (૮)
(ધન ધન તે જગ પ્રાણિયા મન મોહન મેરે - એ દેશી) શ્રી વિજયચંદ્ર મુણિંદની, બલિહારી
રે.
વિચરે દેશવિદેશ. જાઉં બલિહારી રે; નરનારીને બૂઝવે બ. દેઈ ધર્મ ઉપદેશ. જા. ૧ કેવલજ્ઞાન દિવાકરુ. બ. નિર્મળ જેહની જ્યોત; જા. સંશય ટાળે લોકના બ. કરતા જગ ઉધોત. જા. ૨ બોધિબીજ વધારવા બ. અભિનવ જે જલધાર; જા. પગલે જગ પાવન કરે બ. ભવજલ તારણહાર. જા. જન્મમરણ દુ:ખ ટાળીને બ. થોડી ભવનો પાસ; જા. તુંગિયાગિરિ શિખરે સહી બ. પામ્યા શિવપુર વાસ. ४ મદનાસુંદરી કમલશ્રી બ. અન્ના ગુણ આવાસ; જા. અવ મદવ ગુણયુતા બ. સંયમ પાળે ઉલ્લાસ. જા. ૫ અનુક્રમે આયુ પૂરું કરી બ. શુક્ર નામે સુરલોય જા. કાળ કરીને ઉપના બ. દેવપણે તે દોય. જા.
૬
હવે હરિચંદ્ર નરેસર બ. કુસુમપુરે શુભ ઠાચ; જા. રાજ્ય કરે ભલી રીતશું ભ. પૂજે જિનવર પાય. જા.
૪૨૫ ZAZAZZA
3
Loading... Page Navigation 1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466