________________
....... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ કરે એ પ્રમાણે સિંચાણાનો વિસ્તારથી સંબંધ સાંભળીને ચંદ્ર નરેશ્વરે પોતાના પુત્રને રાજય : મન અર્પણ કર્યું અને સુરપ્રિય કેવલી પાસે પોતે સંયમ અંગીકાર કર્યું અને નિર્મળ ભાવે છે તે કપટરહિતપણે અતિચાર લગાડ્યા વિના તે સાધુપણાને પ્રેમપૂર્વક પાળે છે. (૧૦)
અને અનુક્રમે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી તપ - સંયમના પ્રભાવે ચંદ્ર મુનિશ્વર જેમની ની કોઈ પણ જીવ આજ્ઞાનો ભંગ કરી શકે નહિ એવા પાંચમા દેવલોકના ઈન્દ્ર મહારાજા ન Sી થયા.(૧૧)
એ પ્રમાણે વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને કહી રહ્યા છે કે, હે રાજન્ સાંભળ. દિન | સુરપ્રિય કેવલી સમતા ભાવી બન્યા, ધ્યાનથી ચૂક્યા નહિ અને ભાવથી મનની ચંચળતા
રહિતપણે ઉપસર્ગને સહન કરતા કેવલજ્ઞાન પામ્યા અને અંતે સિદ્ધિસુખના ભોક્તા | બન્યા. (૧૨) છે તે માટે હે હરિચંદ્ર પૃથ્વીપતિ ! તું પણ હંમેશા વીતરાગ દેવની ત્રિવિધ યોગે કે નિ ચંચલરહિતપણે મનને સ્થિર કરી પૂજા કરજે ! તેથી અનંતો લાભ પ્રાપ્ત થશે ! અને તું તે મને દ્વારા થોડા ભવમાં ભવસમુદ્રનો અંત (પાર) પામીશ. (૧૩)
એ પ્રમાણે છોંતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નજી મહારાજ હર્ષપૂર્વક ફરમાવી રહ્યા છે કે, થી પૃથ્વીતલને વિષે તે નર-નારી ધન્યતાને પાત્ર છે કે જેઓ ગુરુના ઉપદેશથી ધર્મને સમજે છે . અને જીવનમાં ઉતારે છે અને તે દ્વારા શાશ્વત સુખના અધિકારી બને છે. (૧૪)
ઈતિ ૭૬મી ઢાળ સંપૂર્ણ
-
આ ૪૨૩