Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS

View full book text
Previous | Next

Page 455
________________ ED IT T... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ 2013 તેમજ હે રાજન્ ! તારા રાણીનો જે હાર ખોવાયો તે આ સિંચાણી માંસ છે એમ B. સમજીને લઈને ઉડ્યો હતો અને પાછળથી માંસ નથી એમ ખબર પડતાં અહિં આવીને તેણે ની નાંખ્યો છે. હવે તેનો વિસ્તાર હું તને કહું છું. (૨) હે રાજન્ ! તારી આગળ મારા વૈરાગ્યનું સ્વરૂપ હાથીના ભવથી પહેલા જે કહ્યું તે Bી સાંભળીને ઈહાપોહ એટલે કે વિચારણા કરતાં તે સિંચાણાને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. (૩) E અને તે જ્ઞાન દ્વારા હમણાં પોતાનો બધો જ વૃત્તાંત પોતે દેખ્યો. તેથી મનના સારા કો બી ભાવથી, મનને એકાંત કરી એટલે કે સ્થિર કરી પોતાની ભાષામાં પસ્તાવો કરતાં પોતાનાં પાપો નબળા પડે છે એટલે કે ક્ષય થાય છે. (૪) અને હવે તે રાજનું ! સરળભાવથી સ્નેહપૂર્વક પોતાના આત્માની નિંદા કરતો આ દિના સિંચાણો મારી પાસે અણઘણ (ચારે પ્રકારના આહારનો ત્યાગ) માંગી રહ્યો છે, એ પ્રમાણેની રક સા મુનિવરની વાણી સાંભળીને રાજા આદિ રાજ્યના સર્વે સ્ત્રી પુરુષો પોતાનાં મુખથી સિંચાણાને કa ધન્યવાદ આપવા લાગ્યા કે તેના જન્મને ધન્ય છે. (૫) - જુવો તો ખરા તિર્યંચજાતિનું આ પંખી છે છતાં પોતાના જીવિતની પરપંચ છોડીને એકચિત્તથી અણશણ લેવા તૈયાર થયો છે એમ સર્વ પ્રજાજન સિંચાણાને ધન્યવાદ આપી રહ્યા છે. (૬) હવે સુરપ્રિય કેવલી પણ સિંચાણાનું આયુષ્ય પૂર્ણ થવાના આરે છે એમ જાણીને તેના મનના મનોહર રમ્ય ભાવોને પારખીને તેને અણશણ આપે છે. અને સિંચાણો પણ મનવચન-કાયાના યોગથી કરવા-કરાવવા અનુમોદવાના ત્રિવિધ ભાવથી છ જવનિકાયને | ખમાવી રહ્યો છે. (૭) તેમજ સુરપ્રિય કેવલી ભગવંત અરિહંત, સિદ્ધ - સાધુ, અને ધર્મ આ ચારેયના શરણાં માં સ્વીકાર કરાવે છે. વિસ્તારપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવે છે અને સિંચાણી પણ | તન-મન અને વચન આ ત્રિવિધયોગે અરિહંતાદિક ચાર શરણાનો સ્વીકાર કરતો નમસ્કાર | મહામંત્રનું સ્મરણ કરતો અનુક્રમે પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. (૮) [ અને તે સિંચાણો કાળ કરીને સૌધર્મ દેવલોકે દેવપણે ઉત્પન્ન થાય છે. ખરેખર હે . ભવ્યજનો ! જુવો જગતમાં જૈન ધર્મનો કેવો પ્રભાવ છે. જૈનશાસનની બલિહારી છે. તે નાનામાં નાનુ આરાધેલ એક અનુષ્ઠાન પણ દૈવી સુખોને અને પ્રાંતે શાશ્વત સુખને આપનારું છે બને છે. અહિં પણ સિંચાણો આરાધેલ ધર્મના પુણે સૌધર્મ દેવલોકે દેવ થયો. (૯)

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466