Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS

View full book text
Previous | Next

Page 463
________________ િ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ... તસ માટે શ્રી રત્નવિજય સૂરિ, નરપતિ જેણે નમાયા; શ્રી હીરરત્નસૂરિ તસ પાટે, મનવાંછિત સુખદાયા છે. એમ૦ ૧૦ શ્રી જયરત્ન સૂરિ તસ પાટે, તપગચ્છ જેણે દિપાયા; સંપ્રતિ ભાવરન સૂરી વંદો, ભવિજન ભાવ સખાયા રે. એમ૦ ૧૧ શ્રી હીરરત્ન સૂરીશ્વર કેરા, શિષ્ય પ્રથમ સોહાચા; પંડિત લબ્ધિરન મહામુનિવર, સુધા શિરતાજ કહાચા રે. એમ. ૧૨ તસ અન્વય અવતંસ અનોપમ, શ્રી સિદ્ધિરન ઉવઝાયા. તસ શિષ્ય મેઘરના ગણિ ગિરુઆ, જીત્યા જેણે કષાયા રે. એમ. ૧૩ તાસ વિનેય ગુણાકર ગણિવર, અમરરન અભિધાયા; ગણિ શિવરત્ન તસ શિષ્ય પ્રસિદ્ધા, પંડિત જેણે હરાયા રે. એમ૦ ૧૪ પૂરણ રાસ રચ્યો પ્રમાણ, તે મુજ ગુરુ સુપસાયા; બોધિનીજ મેં નિર્મલ કીધું, જીત નિસાણ બજાયા રે. એમ૦ ૧૫ અણહીલપુર પાટણમાં એ મેં, સરસ સંબંધ બનાયા; પંચાસર પ્રભુ પાસ સાન્નિધ્યે, અગણિત સુખ ઘર આયા રે. એમ૦ ૧૬ ઉદયરતન કહે અડ્યોતેરમી ઢાળે, ધન્યાશ્રી રાગ ગવાયા; સંઘ ચતુર્વિધ ચઢત દિવાજા, સુખ સંપત્તિ બહુ પાયા રે. એમ. ૧૭ ભાવાર્થ એ પ્રમાણે મેં પરમાત્મપૂજાના ગુણો ગાયા અને અનેક પ્રકારની કથારૂપી ના ગુણ પુષ્પો વડે મેં શ્રી જિનેશ્વર દેવને વધાવ્યા. (૧) આ અષ્ટપ્રકારી પૂજાના રાસમાં નિર્મલ કેવલજ્ઞાની એવા વિજયચંદ્ર રાજર્ષિએ પોતાના | કે પુત્ર એવા હરિચંદ્ર રાજાના હિતને માટે અષ્ટપ્રકારી પૂજાનો સંબંધ બતાવ્યો. (૨) આ શ્લોકબદ્ધ ચરિત્રોમાંથી જોઈ જોઈને આઠ પ્રકારની પૂજાના ભેદ હૃદયમાં ભાવિત કરી ને Sી અને પરમાત્માની પૂજાના ફળને સમજાવવા માટે અષ્ટપ્રકારી પૂજાના અલગ અલગ આઠ | ઉદાહરણો ભવ્યજીવોના હિતને માટે બતાવ્યા છે. (૩) અષ્ટપ્રકારી પૂજાના રાસની મૂળ રચના જોઈને, અનેક પ્રકારના ભાવોને હૃદયમાં ગ્રહણ કરી, પ્રેમપૂર્વક પરમાત્મ પૂજાના ગુણ ગાયા અને મારા દુષ્કર્મ દૂર કર્યા. (ખરાબ કૃત્ય) દૂર કર્યા. (૪)

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466