Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS

Previous | Next

Page 461
________________ STATUS 30 SEC શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) ઢાળ અઠ્યોતેરમી | | દોહા | અષ્ટપ્રકારી ચરિત્રમાં, મેં જોયું અવગાહી; રાજાશ્રી હરિચંદ્રની, ગતિ નિરધારી નાંહી. ૧ અનુમાને ઈમ જાણીયે, સમકિત વંત સુજાણ; સદ્ગતિ સહી પામ્યો હશે, પૂજા તણે પ્રમાણ. ૨ એકેકી પણ જિન તણી, પૂજા કીધી જેણ; સુરનરના સુખ ભોગવી, મુગતિ વધૂ લહી તેણ. ૩ સમકિત સહિત પૂરી વિધે, અષ્ટપ્રકારી આપ; જિનપૂજા હરિશ્ચંદ્ર નૃપે, કીધી થિર ચિત્ત થાપ. ૪ તો તેહને સતિ તણો, શ્યો ગણિયે સંદેહ; પણ હું અલ્પશ્રુત થકો, કિમ નિરધારું તેહ. ૫ ગતિ વિચિત્ર છે કર્મની, અનેકાંત જિનધર્મ; એ માટે એ વાતનો, જ્ઞાની જાણે મર્મ. ૬ ભાવાર્થ : કવિ ઉદયરત્નમહારાજ કહે છે અષ્ટપ્રકારી પૂજાના રાસમાં મેં અવલોકન કરીને તપાસ્યું કે રાજા હરિચંદ્ર પૂજાના પુણ્ય પ્રતાપે કઈ ગતિમાં ગયો ? પરંતુ આ ને | ચરિત્રમાં તેનો કોઈ ઉલ્લેખ જણાતો નથી. તો તેમની ગતિ નિશ્ચિત થતી નથી. (૧) | | પરંતુ તેમના સમ્યક્ત્વપણાના લક્ષણના અનુમાનથી અને વીતરાગ પરમાત્માની પૂજાના . દિ પુણ્યપ્રતાપે જાણી શકાય કે નિશ્ચ હરિચંદ્ર રાજા સદ્ગતિ (ઉચ્ચગતિ) જ પામ્યા હશે!(૨) - જે જે પુણ્યવાનું આત્માઓએ ફક્ત એક એક પ્રકારની એટલે કે કોઈએ ફક્ત ચંદનપૂજા, | કોઈએ પુષ્પપૂજા, કોઈએ ફક્ત ધુપપૂજા, કોઈએ ફક્ત અક્ષતપૂજા, કોઈએ ફક્ત દીપકપૂજા, | | કોઈએ ફક્ત નૈવેદ્યપૂજા. કોઈએ ફક્ત ફલપૂજા અને કોઈએ ફક્ત જલપૂજા કરી, બીજી એક | પણ પૂજા કરી નથી છતાં એક પૂજાના પરમ પુણ્યબળે તે તે ભવ્યાત્માઓ દેવ-મનુષ્યના E ઉત્તમ સુખ ભોગવી સિદ્ધિવધૂને પરણ્યા છે. યાને મોક્ષસુખ પામ્યા છે. (૩) તો હરિચંદ્ર રાજાએ તો સમ્યકત્વ પૂર્વક સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી પોતાના મનને સ્થિર | કરી, પોતાના દ્રવ્યથી અત્યંત ભક્તિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરી છે. (૪) E TRAIN STD ST૪૨૮ )) STD

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466