________________
,
STD શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ ,
અણહિલપુર પાટણમાં આ અષ્ટપ્રકારી રાસની સરસ સંબંધવાળી કથાઓની શ્રેણિની પંચાસરા પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં ગૂંથણી કરી અને મારા આત્મઘરને વિષે અગણિત | સુખની પ્રાપ્તિ થઈ છે. (૧૬)
- એ પ્રમાણે અઠ્યોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે, ધન્યાશ્રી રાગવાળી આ ઢાળ પૂર્ણતાને પામી. સાથે સાથે અષ્ટપ્રકારી રાસની પણ પૂર્ણાહુતિ થઈ, જે કોઈ ભવ્યાત્મા આ અષ્ટપ્રકારી પૂજાના રાસને ભણશે, ગણશે, સાંભળશે તેના ઘરે માંગલિકની માળા થશે અને એ દ્વારા ચતુર્વિધ સંઘ દિન દિન અધિક દીપતો રહેશે અને જે આત્માઓ પરમાત્માની ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સમકિત સહિત વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરશે તે આત્માને ઘેર સુખ સંપત્તિ આવી મળશે. વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં આવશે. | માટે હે ભવ્યજનો ! હે શ્રોતાજનો ! આ અષ્ટપ્રકારી પૂજાનો રાસ સાંભળી પરમાત્માની | ભક્તિપૂર્વક પૂજા કરવા ઉદ્યમવંત બનશો.
ઈતિ ૭૮મી ઢાળ સંપૂર્ણ