Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
હવે મારાં મનનાં સર્વ મનોરથ સફળ થયા છે અને પુણ્યરૂપી ભંડાર ભરપૂર થયો છે. કુશળતા (અનુકુળતા)ની વેલડી રૂપી હજારો શાખાઓ વિસ્તારને પામી છે અને કરોડો મંગલ પ્રાપ્ત થયા છે. (૫)
આ ચરિત્રની શરૂઆતથી માંડી અંત સુધી ઓછો અધિકો કંઈ વૃત્તાંત રચાયો હોય તો સકલ સંઘની સાક્ષીએ મેં મિચ્છા મિ દુક્કડમ્ સંભળાવ્યો છે. એટલે કે હું મિચ્છા મિ દુક્કડમ્ દઉં છું. (૬)
વીતરાગ દેવના ગુણ ગાવાની ઈચ્છા જાગૃત થઈ તેથી મેં મારા મનને સક્રિય બનાવ્યું છે. એમાં અલ્પબુદ્ધિવાળો એવો હું કાંઈપણ જાણતો નથી. તો મારી જે કંઈ ક્ષતિ થઈ હોય તેની હે કવિરાજ ! આપ શોધ કરી લેશો. (૭)
સંવત ૧૭૫૫ (સત્તરસો પંચાવન) વર્ષે પોષ મહિનો મારા મનને પ્રસન્ન ક૨તો આવી ચઢ્યો અને તે માસના રવિવારે વદ દશમના દિવસે આ ગ્રંથની પૂર્ણાહુતિ કરી. (૮)
શ્રી તપગચ્છરૂપી ગગનમંડલમાં ભૂષણ સમાન, દિવસે દિવસે જેનું તેજ વૃદ્ધિ પામે છે તે અને ગ્રહસમુદાયમાં જેમ સૂર્ય મુખ્ય છે, તેમ સર્વ આચાર્યોમાં સૂર્યસમાન શ્રી રાજવિજય સૂરીશ્વર છે. (૯)
તેમની પાટે શ્રી રત્નવિજય સૂરીશ્વર થયાં, જેમણે પૃથ્વીપતિને પણ નમતાં કર્યા અને તેમની પાટે શ્રી હી૨૨ત્ન સૂરીશ્વર થયા, જે સર્વની મનોકામના પૂર્ણ ક૨ના૨ અને સર્વને સુખ આપનારા છે. (૧૦)
તેમની પાટે શ્રી જયરત્નસૂરિ થયા જેમણે તપગચ્છને દીપાવ્યો છે અને વર્તમાનમાં ભાવરત્ન સૂરીશ્વરને વંદન કરો કે જે ભવ્યજીવોના ભાવને જાણવામાં મિત્રસમાન છે. (૧૧)
શ્રી હીરરત્નસૂરીશ્વના પ્રથમ શિષ્ય પંડિત લબ્ધિરત્ન મહામુનિશ્વર છે જેઓ અમૃત સમાન વાણીને વરસાવતા સર્વજનોના શિરછત્ર છે. (૧૨)
તેમના અંતેવાસી અનોપમ શ્રી સિદ્વિરત્ન ઉપાધ્યાય થયા, તેમના શિષ્ય મેઘરત્ન ગણિવર મહાન મહાપુરુષ છે. જેમણે કષાયો પર વિજય પ્રાપ્ત કર્યો છે. (૧૩)
તેમના પરમ વિનયી ગુણસમુદ્ર અમરરત્ન નામના ગણિવર થયા, તેમનાં શિષ્ય શિવરત્ન ગણિવર જેમણે પંડિતોને હરાવી પ્રસિદ્ધિને પ્રાપ્ત કરી છે. (૧૪)
જેમની ૫૨મકૃપાથી આ રાસની સંપૂર્ણ રચના કરી છે અને સમકિત બીજને મેં સ્ફટીક જેમ નિર્મલ કર્યું છે અને જૈનશાસનમાં જીતનાં ડંકા વાગ્યા છે, તે મારા ગુરુ શિવરત્ન ગણિવર છે. (૧૫)
ZAZNANZANANAN ૪૩૧ ૩