________________
TAT | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3 નાહી નિરમલ નીરશે બ. પહેરી ધોતી પવિત્ર; જા. પૂજ અષ્ટ પ્રકારની બ. કરે જિનની સુવિચિત્ર. જા. ૮ દાન-શિયલ-તપ ભાવના બ. શકતે આરાધી તેહ; જા. જીવદયા પણ જાળવે બ. અન્યાય કરજે જેહ. ૯ આય પૂરી અનુક્રમે બ. હવે તે હરિચંદ્ર રાય; જા. ઉત્તમ ગતિ જઈ ઉપનો બ. જિનપૂજા સુપસાય. જા. ૧૦ સીત્યોતેરમી ઢાળમાં બ. ઉદયરત્ન કહે એમ; જા.
સમકિત શુદ્ધ પાળો સદા બ. પૂજાશું ધરી પ્રેમ. જા. ૧૧
ભાવાર્થ : હવે શ્રી વિજયચંદ્ર કેવલી દેશ-વિદેશ વિહાર કરતાં ધર્મોપદેશ આપવા કરી દ્વારા અનેક સ્ત્રી પુરુષોને પ્રતિબોધ પમાડી રહ્યા છે અર્થાત્ મોહનિંદ્રામાં પડેલા અબુઝ , જીવોને મોહનિંદ્રાથી જાગૃત કરી રહ્યા છે. (૧)
જેઓ કેવલજ્ઞાનરૂપી સૂર્ય સમાન છે વળી જેઓની સ્ફટીક રત્નના સરખી નિર્મલ - જ્યોત છે એવા કેવલી ભગવંત શ્રી વિજયચંદ્ર મુનિવર લોકોના મનની શંકાઓના સમાધાન કરતા પૃથ્વીતલને વિષે જ્ઞાનરૂપી પ્રકાશ પાથરી રહ્યા છે. (૨)
વળી સમ્યક્ત્વરૂપી બીજની વૃદ્ધિ કરવામાં જેવો નવી પાણીની ધાર યાને (નવા મેઘ) ની સમાન છે અને ભવસમુદ્રથી (સંસાર સમુદ્ર) પાર ઉતારનાર છે એવા કેવલી ભગવંત છે પોતાના પવિત્ર ચરણકમલ દ્વારા પૃથ્વીતલને પવિત્ર (પાવન) કરી રહ્યા છે. (૩)
અને કેટલોક સમય વિચરતાં તંગિયાગિરીના શિખરને વિષે જન્મ-મરણના દુઃખનો , | નાશ કરી સંસારના (ભવ) સર્વ બંધનોને તોડી સિદ્ધિ સુખના ભોક્તા બન્યા યાને શિવનગરમાં , પહોંચ્યા. (૪)
આ તરફ તેમની પટ્ટરાણીઓ જે મદનસુંદરી અને કમલશ્રી હતી. તેઓએ પણ તે જ - કેવલી ભગવંતના વરદ હસ્તે સંયમ ગ્રહણ કરેલ, એવા તે આર્યાઓ (સાધ્વી) ગુણના આ ભંડારી સાધુ જીવનને આર્જવ, માર્દવાદિ ગુણથી યુક્ત ઉલ્લાસપૂર્વક પાળે છે. (૫)
અને અનુક્રમે આયુક્ષય થતાં કાળ કરીને તે બંને આર્યાઓ શુક્ર નામના દેવલોકમાં 6 | દેવપણે જન્મ પામી. (૬)
કુસુમપુર નગરને વિષે રહેલ વિજયચંદ્ર કેવલી અને મદનસુંદરી, કમલશ્રી આર્યાઓનો થના સંસારીપણાનો પુત્ર હરિચંદ્ર રાજા પણ ન્યાયપૂર્વક કુસુમપુરનું રાજ્ય સંભાળી રહ્યો છે અને
હંમેશા પરમાત્માની ત્રિકાલ પૂજા કરી રહ્યો છે. (૭)