Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS

View full book text
Previous | Next

Page 440
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સમજી તે લેવાની બુદ્ધિથી નીચે ઉતર્યું. પહેલા ખૂલ્લા વાડા જેવા બાથરૂમ હતાં તેથી પક્ષીની નજર પડી. (૫) તે રત્નમાલાનો રંગ લાલ હોવાથી સિંચાણો માંસ સમજીને લેવા આવ્યો પરંતુ તેનાં તેજને તેણે જોયું નહિ અને ઉમંગથી ચાંચમાં તેને (રત્નમાલાને) ગ્રહણ કરી. (૬) પટ્ટરાણી અને પોતાના મોઢામાં રત્નમાલા લઈને તે પક્ષી ગગનમંડલને વિષે ઉડવા લાગ્યો અને આજ મને માંસ (આમીષ) મલ્યું એમ સમજીને તે પક્ષી (સિંચાણો) ખૂબ જ આનંદ પામ્યો. (૭) (મુખને મરકલડે - એ દેશી) નાહીજી, શ્રોતા સાંભળો ! રયણાવલી ઉમાહીજી, શ્રોતા સાંભળો ! જોતાં નહિ દીઠી જ્યારેજી શ્રો. ચિત્તમાંહી ચમકી ત્યારેજી. શ્રો. અધ ઉરધ જોયું નિહાળીજી શ્રો. રત્નાવલી કિહાં નવિ ભાળીજી. થ્રો. તવ કંપિત થઈ પટરાણીજી. શ્રો. મનમાંહી ઘણું વિલખાણીજી. શ્રો. ગયું તે સહુને ખટકેજી. શ્રો. મન આવીને તિહાં અટકેજી. શ્રો. અન્ન ઉદક મુખ નવિ ઘાલેજી. શ્રો. હરિણાક્ષીને હાર તે સાલેજી. શ્રો. કામિની કહે મનથી કોપીજી. શ્રો. મહીપતિની મર્યાદા લોપીજી. થ્રો. તુમ પુરુષારથને સાથજી. શ્રો. ધિક્કાર પડો નરનાથજી. શ્રો. નિજ નારીનો શણગારજી. થ્રો. રાખી ન શક્યા નિરધારજી. થ્રો. તો દેશ નગરને ગામજી. શ્રો. કિમ રાખી શકસ્યો સ્વામજી. શ્રો. રાજ મહેલમાં ચોરી થાયજી. શ્રો. તો લાજ તુમારી જાયજી. શ્રો. જો સિંહગુફાએ ગજ ગાજેજી. શ્રો. તે વાતે મૃગપતિ લાજેજી. શ્રો. આજ તો ગયો મુજ હારજી શ્રો. કાલે ફૂટશે કોઠારજી. થ્રો. સ્વામી તુમને શું કહીયેજી થ્રો. હવે એ મહેલમાં કીમ રહિયેજી. શ્રો. એક વાત સુણો વળી મોરીજી શ્રો. જુઓ દિવસે થઈ એ ચોરીજી. શ્રો. અવનીપતિ એહવો જાણીજી શ્રો. નિજ સેવકને કહે વાણીજી. શ્રો. રાણીનો ચોર્યો જેણે હારજી શ્રો. તે તસ્કરનો સુવિચારજી. થ્રો. ખોળીને તુમે લાવોજી શ્રો. તો અતિ શાબાશી પાવોજી. શ્રો. ઉઠી જુએ ૪૦૭ ૧ ૨ 3 ૪ ૫

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466