Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS

View full book text
Previous | Next

Page 451
________________ ETT TT TT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | STD કરનાર અર્જુનમાલી ભયંકર કર્મના એકરારે આત્મશ્રેય સાધી શક્યો. પ્રસન્નચંદ્ર રાજર્ષિ 2 • ભયંકર ક્રોધાવેશમાં ચઢ્યા પણ હું સાધુ છું આવું ભાન થતાં પસ્તાવો કરતા કેવલી બન્યા. ઘોર હત્યારો ‘દ્રઢપ્રહારી' નિર્દયી છતાં બાળકોના કરૂણ કલ્પાંતે કોમળ પરિણામી બન્યો , * અને કરેલ કર્મનો પસ્તાવો કરતાં મોક્ષનો અધિકારી બન્યો. જુવો ચંદનબાળા અને મૃગાવતીજી દે કરેલ ભૂલનો ગુરુ સમીપે બેઠાં બેઠાં પસ્તાવો કરતાં કેવલજ્ઞાન પામ્યાં. આમ અનેક આત્માઓ |ી. ગુરુ સમક્ષ પાપનો એકરાર કરતા મોક્ષના અધિકારી બન્યા છે. આમ પાપનું પ્રાયશ્ચિત ; ન કરવું તે કર્મક્ષય માટે એક મહાન રસ્તો છે. | એ પ્રમાણે સુરપ્રિય કેવલીની વાણી સાંભળીને પૃથ્વીપતિ પ્રેમપૂર્વક મુનિવરને મસ્તક છે ની નમાવીને બે હાથ જોડીને કહેવા લાગ્યો કે, હે સ્વામી! મારા પર મહેર કરીને તમે વૈરાગ્ય કેવી રીતે પામ્યા તે વૃત્તાંત મને સમજાવો. (૯) ચંદરાજાની એ પ્રમાણે વાણી સાંભળીને ગયા ભવથી માંડીને પોતાનો સંપૂર્ણ અધિકાર ચંદનરેસરની આગળ સુરપ્રિય કેવલીએ કહી સંભળાવ્યો. (૧૦) હવે જે સિંચાણી રત્નમાલા આમીષ (માંસ) સમજીને લાવ્યો હતો તે વૃક્ષશાખા પર દિ રહ્યો રહ્યો સુરપ્રિય કેવલીની વાણી સાંભળતો હતો. સુરપ્રિય કેવલીએ કહેલ ગતભવની # વાતો સાંભળીને પોતાનો વૃત્તાંત સાંભળતાં સિંચાણો પણ જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. (૧૧) અને વૃક્ષના શિખરેથી તે (વૃક્ષની શાખા પરથી) નીચે ઉતર્યો અને પશ્ચાતાપપૂર્વક જી દીલમાં દુઃખ ધારણ કરી મુનિને ચરણે નમસ્કાર કરવા લાગ્યો. (૧૨) અને સિંચાણો મસ્તક નમાવી પોતાની ભાષામાં મુનિવર આગળ પોતાના પાપની ક્ષમાયાચના કરવા લાગ્યો. એ પ્રમાણે પંચોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નજી મહારાજ કહે છે કે, મને ની ખરેખર પશ્ચાતાપ કરવાથી પ્રાણી પોતાનાં ભારેમાં ભારે પાપનો નાશ કરી શકે છે. (૧૩) ઈતિ ૭૫મી ઢાળ સંપૂર્ણ : : » # # # # # # # # # # # # # # # # # # # # # # # # # #

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466