________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ગમે તેટલું ખરાબ કર્મ બાંધ્યું હોય છતાં જ્ઞાની કહે છે તેના કરતાં પણ વધારે જગતમાં અજ્ઞાનનું જોર છે. અજ્ઞાની આત્મા હિત-અહિતને જાણતો નથી અને ઘોર ભયંક૨ દુઃખ દેખે છે. (૪)
જે મનુષ્ય અજ્ઞાનથી ઘેરાયેલો છે. તે આત્મા પોતાના આત્માને કેવી રીતે તારી શકે ? અજ્ઞાની આત્મા મૂર્ખતાથી ચાલે છે. દુઃખનો ધેર્યો હા ! હા ! કર્યા કરે છે અને શાસ્ત્રના રહસ્યને (અર્થને) પણ ધારણ કરી શકતો નથી. (૫)
વિવેચન : ખરેખર જગતમાં જ્ઞાનની જ કિંમત છે. જ્ઞાન વિનાના કોઈપણ જીવની કિંમત નથી. જ્ઞાન વિનાનો માણસ પશુ સમાન ગણાય છે. જેમ ગાંડા માણસની લોકો હાંસી કરે છે તેમ અજ્ઞાની માણસની પણ આ દુનિયામાં હાંસી થાય છે. જ્ઞાન વિના જીવ કૃત્યાકૃત્ય, ધર્માધર્મ, ભક્ષ્યાભક્ષ્યને સમજી શકતો નથી અને ન સમજી શકતો હોવાથી આત્મા વધારે કર્મ બાંધે છે અને તેને લીધે જીવ સંસારમાં ભૂલો ભમે છે. ત્યાં સુધી આત્મા શાશ્વત સુખને પામી શકતો નથી. ધીવિમલ કવિ મહાવીરસ્વામીની થોયમાં જ્ઞાનની સ્તુતિ કરતા ફરમાવે છે કે,
“જ્ઞાન આરાધો, જ્ઞાનને સાધો, જ્ઞાન વિના નર ભૂંગાજી જ્ઞાન વિના નરભૂલા ભમતાં, કાસ કુસમ પર શૃંગાજી કૃત્ય અકૃત્ય ભેદ અનુભવ જાણે, જો હ્રદયે જ્ઞાન દીવોજી જ્ઞાન વિના કોઈ પાર ન પામે, જ્ઞાની પુરુષ ચિરંજીવોજી" આમ અજ્ઞાનના જોરે જીવ નાનાવિધ કર્મને બાંધે છે.
આગળ વધીને સુરપ્રિય કેવલી ફરમાવી રહ્યા છે કે, હે રાજન્ ! સાંભળ – અહિં તારો કોઈ અપરાધ નથી, તું તો મને કર્મ કપાવવામાં શ્રેષ્ઠ મિત્ર સમાન થયો છે. તારી સહાયથી એટલે કે તેં કરેલ ઉપસર્ગમાં પણ હું ચલાયમાન ન થયો તેથી હું કર્મશત્રુને હરાવી કેવલજ્ઞાનનો ધારક બન્યો. (૬)
હે બુદ્ધિનિધાન ચંદ નરેશ્વર ! સાંભળ. તું શા માટે મનમાં ફોગટ ખેદને ધા૨ણ ક૨ે છે ? તેં પણ પસ્તાવો ક૨વા દ્વારા અનિષ્ટ પાપનો નાશ કર્યો છે. માટે હવે ખેદ કરીશ નહિ. (૭)
જે જીવ કરેલા પાપનો પસ્તાવો કરે છે તે મનુષ્ય કરેલા કર્મનો નાશ કરે છે. હું પણ ગુરુની સમક્ષ પાપનો એકરાર કરતા પ્રતિબોધ પામ્યો છું. (૮)
વિવેચન : પાપક્ષય કરવામાં પ્રાયશ્ચિત તે અમોઘ શસ્ત્ર છે. ગમે તેવો ભારેકર્મી જીવ પણ પ્રાયશ્ચિત કરવા દ્વારા કર્મનો નાશ કરી શકે છે. જુવો દિવસની સાત-સાત હત્યા
૨૩