________________
S S S S T S શ્રી અપ્રકારી પૂજાનો રાસ SS S )
પૃથ્વીપતિ ચંદ્ર નરેશર પણ ચોર સંબંધી એવો વૃત્તાંત સાંભળીને આશ્ચર્યચકિત થયો , દિન અને વારંવાર કહેવા લાગ્યો કે, ચોરને કેવલજ્ઞાન શી રીતે થયું? કંઈ સમજાતું નથી. (૩) દિન
અને વિચારવા લાગ્યો કે નક્કી તે ચોર નહિ પરંતુ મહામુનિવર છે. મેં અજ્ઞાનરૂપી તિ અંધકારથી અંધ બનીને શાસનના શણગાર એવા મુનિવરને ચોર કહ્યા. (૪)
તે માટે હવે હું ત્યાં જાઉં છું અને મુનિવરને ધ્યાનમાં જે સ્કૂલના પહોંચાડી, અસાતા ની ઉપજાવી તે બદલ ત્યાં જઈ મુનિવરના ચરણકમલમાં નમસ્કાર કરી સર્વ અપરાધને ખમાવું યાને (માફી માંગુ). (૫).
એ પ્રમાણે વિચાર કરી બહુ પરિવારે પરિવર્યો છતો વસુધાપતિ જ્યાં સુરપ્રિય કેવલી કરી રહેલા છે ત્યાં આવ્યો અને ભક્તિપૂર્વક મસ્તક નમાવી મુનિવરના ચરણપંકજમાં વંદન કરે | છે. (કર્યા) (૬).
અને કહેવા લાગ્યો કે, હે સ્વામી ! હે ગરીબોના બેલી ! મારા મોટાં અપરાધની ક્ષમા ની કરો. મેં આજે આપને મૂર્ખપણાથી (અજ્ઞાનતાથી) મોટો ઉપસર્ગ કર્યો છે. તેની મને ક્ષમા ક્રમ { આપો. (૭)
ચંદ્ર નરેશ્વર હવે પોતાના મનને યાને મનની પરિણતિને માખણથી પણ કોમળ કરે છે જી અને મસ્તક નમાવી સુરપ્રિય કેવલીને ખમાવી ભાવપૂર્વક વંદન કરે છે. (૮) | સુરપ્રિય કેવલીએ પણ રાજા આદિ સપરિવારને ધર્મલાભ રૂપ આશીર્વાદ આપ્યા.
ત્યારબાદ ચંદ્ર નરેશ્વર સપરિવારે જીવરહિત (નિરવદ્ય) ભૂમિ (જગ્યા) જોઈને તે સ્થાનકે બેસે છે. (૯)
(તુજ શાસન રસ અમૃત મીઠું - એ દેશી) કનક કમળ ઉપર બેસીને, સુરનાર પરષદ આગે રે, કહે કેવલ નાણી; સુણ રાજેસર ભવજલ તરવા, જિનવાણી મનરાગે રે. ક. અજ્ઞાને કરી જે પ્રાણી તે, ભવ અટવીમાં ભૂલે રે; ક. મુક્તિનો પંથ ન પાધરો પામે, મોહની ખોહમાં ઝૂલે રે. ક. અજ્ઞાનને જોરે જગમાંહિ, ધમધર્મ ન જાણે રે; ક. તે વળી શ્યાં શ્યાં દુઃખ ન દેખે, પડ્યો ભવ દુખ ખાણે રે. ક. દુષ્કૃત કર્મ થકી પણ અધિકો, અજ્ઞાન તણો જગ જોરો રે; ક. હિતાહિત ન જાણે જેણે વળી, દેખે દુઃખ દોરો રે. ક.