Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text ________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ પંચોતેરમી || દોહા
ઓચ્છવ કરવા આવિયા, વાણવ્યંતર તિહાં દેવ; કનક કમલ બેસારીને, સુવિઘે સારે સેવ. ૧ નૃપ સેવક નિજ સ્વામીને, જઈ તે કહે સંબંધ; ચોર થયો તે કેવલી, તોડી કર્મના બંધ. ૨ વસુધાપતિ વિસ્મિત થયો, સાંભળી તે વિસ્તૃત; તસ્કર કેવલી કિમ થયો, વળી વળી એમ કહેત. ૩ તે તસ્કર નિશ્ચે નહિ, મોટો કોઈ મુણિંદ; ચોર કહ્યો કિમ સાધુને, અજ્ઞાને થઈ અંધ. ૪ તે માટે હું તિહાં જઈ, કીધી આબાધ; મુનિપતિને પાયે નમી, ખમાવું તે અપરાધ. ૫ બહુ પરિવારે પરિવર્યાં, ઈમ ચિંતી અવનીશ; આવી વંદે સાધુને, ભક્તે નમાવે શીશ. ૬ ખમજો સ્વામી માહરો, ગુનહો ગરીબ નિવાજ; મેં તુમને મૂરખપણે, પરિષહ કીધો આજ. ૭ મહીપતિ મન કોમળ કરી, ખામે નામી ભાલ; મુનિપતિને વંદે વળી, ભાવેશ ભૂપાલ. ધર્માંશીષ જંપે મુનિ, સપરિવારે રાય; નિરવધ ભૂમિ નિહાળીને, બેઠો તેણે ઠાય. ૯
ભાવાર્થ : સુરપ્રિય મુનિવરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી કેવલીનો ઉત્સવ ક૨વા વાણવ્યંતરદેવો આવ્યા અને સુરપ્રિય કેવલીને સુવર્ણ કમલપર બેસાડ્યા અને કેવલીની વિધિસહિત સેવા કરવા લાગ્યાં. (૧)
.
આ તરફ સુરપ્રિય મુનિવરને ચોર સમજી ગળે ફાંસો દેવા આવેલ રાજસેવકો પોતાના સ્વામી ચંદ્ર નરેશ્વર પાસે ગયા અને ચોર તો કર્મના આવરણને દૂર કરી કેવલજ્ઞાની થયો છે. આદિ સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો. (૨)
૪૧૪
Loading... Page Navigation 1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466