Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS

View full book text
Previous | Next

Page 442
________________ S : HTTPS: શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) SD અને ઉપર નીચે - ચારે બાજુ જોવા લાગી પણ રત્નમાલા ક્યાંય જોઈ નહિ તેથી દિ. “તારા” પટ્ટરાણી ધ્રુજવા લાગી અને મનથી ઉદાસીન થઈ ગઈ. (૨). ખરેખર કોઈ પણ વ્યક્તિની કિંમતી ચીજ જ્યારે ગુમ થાય છે ત્યારે તે તેમનાં હૃદયમાં મને શલ્યની જેમ ખૂંચ્યા કરે છે. અને વારંવાર મન તે પદાર્થની યાદમાં દોડે છે. અહિં પણ મૃગાક્ષી એવી “તારા પટ્ટરાણી' ને તે હાર ખૂબ જ યાદ આવે છે, તેથી અન્ન-પાણી લેવા પણ તેણે છોડી દીધાં છે. (૩) અને ક્રોધાયમાન થયેલી તારારાણી પૃથ્વી પતિની પણ માન-મર્યાદાને છોડીને બોલવા | લાગી કે, હે રાજન્ ! તમારા આ રાજ્ય પાલનની મહેનતને ધિક્કાર હો ! (૪) ની વળી હે નાથ ! જો તમે તમારી પ્રિયતમાનો શણગાર (હાર) પણ સાચવી શકતા નથી છે તો તમે તમારાં દેશ, નગર, ગામ, રાજ્ય કેવી રીતે સાચવી શકશો ! (૫) તેમજ સ્વામીન ! જો સિંહની ગુફામાં હાથી ગર્જના કરે તો તેમાં સિંહની આબરૂ ન જાય. તેમ જો રાજમહેલમાં આપની હાજરીમાં ચોરી થાય તો તમારી આબરૂ જાય ! (૬) હે નાથ ! આજ તો મારો હાર ગયો. આવતીકાલે રાજભંડાર લૂંટાશે ! હે પ્રિયતમ ! વધારે તમને શું કહેવું? હવે આ મહેલમાં મારે શી રીતે રહેવું? (૭) વળી હે નાથ ! મારી એક વિનંતી સાંભળો ! જુવો આ તો દિવસે ચોરી થઈ છે. તો કી તેને માટે કંઈક વિચાર કરો ! એહવી પોતાની પ્રિયતમાની વાણી સાંભળી પોતાના | સેવકને બોલાવે છે અને વાત કરે છે કે, (૮) હે સેવકો ! સાવધાન થઈને સાંભળો ! આજે રાજમહેલમાં ચોરી થઈ છે. ‘તારા' રાણીનો હાર કોઈક ચોર ચોરી ગયો છે તેની તપાસ કરો અને ચોરને અહીં પકડી લાવો તો અત્યંત ધન્યવાદ (શાબાશી)ને પ્રાપ્ત કરશો. (૯) એ પ્રમાણે રાજાની આજ્ઞાને શિરોધાર્ય કરીને હાથ જોડી દશે દિશામાં સેવકો ચોરની - તપાસ કરવા નીકળી પડ્યા છે. નગરીના કોટમાં, મંદિરમાં, ઉદ્યાનમાં એમ નગરીના 6 આ સમગ્ર સ્થાનમાં સેવકો બારીકાઈથી ચોરની તપાસ કરી રહ્યા છે. (૧૦) નગરના મુખ્ય મુખ્ય સ્થાને સો સો વખત નગરીની ચારેબાજુ મનનાં ઉમંગપૂર્વક તપાસ કરી રહ્યાં છે. (૧૧) એ પ્રમાણે રાજ્યપુરુષો ટોળેટોળાં મળીને ગામના પ્રત્યેક પ્રદેશમાં વગડામાં અને - બગીચામાં એમ ચારેબાજુ તપાસ કરતાં જ્યાં મુનિવર ધ્યાનમાં ઉભા છે તે સ્થાને આવ્યા. (૧૨) B હવે તે રત્નમાલાનો અધિકાર હે નરનારીઓ ! તમે સાવધાન થઈને સાંભળજો. 3 સિંચાણો હાર લઈને આકાશપંથે (ગગનમાર્ગ) ચાલ્યો. (૧૩)

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466