Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS

View full book text
Previous | Next

Page 444
________________ S S T F S S | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ ચુંમોતેરમી | દોહા | અવનીપતિ આદેશથી, રાજપુરુષ ધરી રોષ; આવી કહે અણગારને, અધિક કરી આક્રોશ. ૧ ચોર સહી તું હારનો, કપટે ધર્યો એ વેષ; બક ધ્યાની દુષ્ટાતમા, સાંભળ વળી સુવિશેષ. ૨ રાજભવનમાં પેસીને, જિમ તે ચોય હાર; તિમ પુરમાં ચોરી વળી, કીધી હશે અપાર. ૩ ચોરી જે જે તે કરી, પ્રગટ કહે તે આજ; નહિ તો તુજ હણવા તણો, હુકમ કર્યો મહારાજ. ૪ વસ્તુ હરી તે લોકની, કીધા જે સંતાપ; બહુ દિવસનું તે સહી, આજ મિલ્યું તે પાપ. ૫ ભાવાર્થ હવે ચંદ્ર નરેશ્વરની આજ્ઞાથી રાજસેવકો રોષાતુર થઈને આવ્યા અને સુરપ્રિય ન મુનિવરને અત્યંત ક્રોધપૂર્વક કહેવા લાગ્યા કે, (૧) હે ઢોંગી ! તે માયા કરીને આ સાધુવેષ સ્વીકાર્યો લાગે છે ! કારણ કે “તારા” નું | પટ્ટરાણીની રત્નમાલાનો ચોરનાર તું જ છે. બગલાની જેમ ખોટું ધ્યાન કરે છે. તે દુષ્ટ ! . હવે વિશેષ પ્રકારે સાંભળ ! (૨) તે રાજમહેલમાં ગુપ્તપણે આવીને જેમ આ રત્નમાલાની ચોરી કરી છે તેમ સંપૂર્ણ દર | નગરમાં તો પાર ન પામી શકાય તેટલી ચોરી કરી હશે ! (૩) તેથી હે દુષ્ટાત્મા ! તેં જે જે ચોરી કરી હોય તે તે આજે તારા મુખેથી પ્રગટ કહી દે ! અને જો તું નહિ કહે તો તને મરણને શરણ પહોંચાડવા (કરવા)નો પૃથ્વી પતિનો હુકમ છે ! (૪) . 3 હે બકધ્યાની ! આજ સુધી રાજ્યના લોકોની પ્રજાની વસ્તુ ચોરી લઈને નગરજનોને તે જે સંતાપ ઉત્પન્ન કર્યો છે તે ઘણા દિવસનું એકત્ર થયેલું પાપ આજે જાણવા મળ્યું છે. (૫) (અરણિક મુનિવર ચાલ્યા ગોચરી - એ દેશી) કર્મ અહિયાસે મુનિવર આપણાં, પણ નવિ મૂકે ધ્યાનોજી; ઉપસર્ગે ચળાવ્યા નવિ ચળે, નિશ્ચલ મેરૂ સમાનોજી. ક૦ ૧


Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466